ચોરી કરેલ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી ચોરી નો ગુનો ડીટેકટ કરતી વરતેજ પોલીસ

Sharing is caring!

ચોરી કરેલ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી ચોરી નો ગુનો ડીટેકટ કરતી વરતેજ પોલીસ

ભાવનગર શહેર તથા જીલ્લાામાં મીલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા મે.આઇ.જી.પી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક સા શ્રી એમ.એચ.ઠાકર સાહેબના માર્ગદર્શન હેઠળ વરતેજ પો.સ્ટે વિસ્તારમા હાલ અનલોક ટુ અન્વયે શરીર સબંધી તથા મિલ્કત સબંધી ગુન્હાઓ ન બને તે સારૂ તથા અગાઉના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલીંગ રાખવા સુચના આપેલ હોય અને પો.સબ.ઇન્સ એમ.એસ.જાડેજા સાહેબે સ્ટાફના માણસોને સુચના કરેલ હોય જે આધારે વરતેજ પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સીદસર રોડ મામાના ઓટલા પાસેથી આરોપી રમેશભાઇ ઉર્ફે મોરલી કુવરજીભાઇ જાદવ/કોળી ઉ.વ.૩૭ ધંધો ડ્રાઇવીંગ રહે વેલનાથ બાપુની જગ્યા પાસે ફરીયાદકા ગામ તા.જી ભાવનગર નંબર પ્લેટ વિનાનુ સીલ્વર કલરનુ સ્પ્લેન્ડર મો.સા નુ એન્જીન નંબર ૦1H18M06241 તથા ચેસીસ નંબર 01H20CO1669 સાથે ઉભો રાખી મોસાના માલીક બાબતે પુછતા યોગ્ય અને સંતોષકારક જવાબ નહી આપતા મો.સા નંબર આધારે પોકેટ કોપ એપ્લીકેશનમા માલીકી પણા ની ખરાઇ કરતા અન્ય ના નામે મો.સા હોય જે બાબતે મજકુર યોગ્ય ખુલાશો નહી કરતા મો.સાની કિ.રૂ.૧૫૦૦૦/- ગણી કબ્જે કરેલ છે મજકુર ની અટકાયત કરી રેકર્ડ ઉપર ખરાઇ કરતા આ મો.સા ચોરી બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમા ફરીયાદ રજીસ્ટર થયેલ છે મજકુર ઉસમ સામે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પો.સ્ટે ખાતે સોપવા તજવીજ કરેલ છે
આ કામગીરીમા વરતેજ પો.સ્ટેના પો.સબ.ઇન્સ એમ.એસ.જાડેજા સાહેબ.ની રાહબરી વરતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફના એ.એસ.આઇ એ.બી.ગોહીલ તથા હેડ.કોન્સ લખધીરસિંહ બચુભા તથા પો.કોન્સ રાજદીપસિંહ ગોહીલ તથા પો.કોન્સ પ્રદીપસિંહ ગોહીલ તથા પો.કોન્સ નરેન્દ્રસિંહ ગોહીલ જોડાયા હતા.

રિપોર્ટ નિલેશ પ્રજાપતિ અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

ભાવનગર ફિલ્ટર રોડ ટાંકી પાસે મફતનગર ખુલ્લા પ્લોટ માંથી જુગાર રમતા ૧૪ શકુની ઓ ને રૂ.૩૫,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

Sun Jul 12 , 2020
ભાવનગર ફિલ્ટર રોડ ટાંકી પાસે મફતનગર ખુલ્લા પ્લોટ માંથી જુગાર રમતા ૧૪ શકુની ઓ ને રૂ.૩૫,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર ભાવનગર રેન્જ ભાવનગરના પોલીસ મહાનિરીક શ્રી. અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ […]
ભાવનગર ફિલ્ટર રોડ ટાંકી પાસે મફતનગર ખુલ્લા પ્લોટ માંથી જુગાર રમતા ૧૪ શકુની ઓ ને રૂ.૩૫,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

You May Like

Breaking News