અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ નાં ભોજનાલય બંધ રહેવાના કારણે યાત્રિકો ને પડતી મુશ્કેલી, યાત્રિકો ની ભોજનાલય ચાલુ કરવા માંગ

Sharing is caring!


અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ નાં ભોજનાલય બંધ રહેવાના કારણે યાત્રિકો ને પડતી મુશ્કેલી,
યાત્રિકો ની ભોજનાલય ચાલુ કરવા માંગ….

વી ઓ
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રા ધામ ખાતે વર્ષે દહાડે હજારો યાત્રિકો અને મુલાકાતીઓ માં અંબા નાં દર્શનાર્થે અંબાજી આવતા હોય છે અને ટ્રસ્ટ નાં વિવિધ સંસ્થાનો અને ભોજનાલય ખાતે આ યાત્રિકો મુલાકાત લેતા હોય છે ત્યારે અંબાજી ભોજનાલય ખાતે માં અંબા નો પ્રસાદ લેવા માટે યાત્રિકો અચૂક આવે છે જેમાં ખુબજ ઓછાં દરે માં અંબા નો પ્રસાદ મળી રહે છે જે અન્ય હોટેલો કરતા ખુબજ સાફ સફાઇ અને વ્યાજબી ભાવે મળતા ગરીબ થી ગરીબ અને મધ્યમવર્ગના લોકો ને પોસાય તેવા ભાવે હોય છે .
પરંતુ છેલ્લે ૨૧ માર્ચ થી લોક ડાઉન ને લીધે બંધ પડવાના કારણે આજ દિન સુધી ભોજનાલય બંધ રહેતા મંદિરે આવતા યાત્રિકો ને દર્શન બાદ ભોજન પ્રસાદી માટે ભોજનાલય બંધ રહેવાના કારણે અન્ય મોંઘી હોટેલો માં જવું પડે છે .જેથી અંબાજી આવતા યાત્રિકો દ્વારા ભોજનાલય ને ચાલુ કરવા ની સતત માંગ થયી રહી છે .

રિપોર્ટર હિતેશ જોશી અંબાજી બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published.

Next Post

ભચાઉ નગરપાલિકા દ્વારા શહેર ના કોરોના મહામારી વચ્ચે બાકી રહી ગયેલ વિવિધ વિકાસ ના કાર્ય નું ખાતમુહૂર્ત કરાયું

Tue Jul 14 , 2020
Sharing is caring! ભચાઉ શહેર વધઁમાન નગર રામવાડી વિસ્તાર સરસ્વતિ સોસાયટીમાં 1.50(દોઢ કરોડ) ના ખર્ચે પેવરબ્લોક નું કામનું ખાતમુહૂર્ત ગાંધીધામના ધારાસભ્યશ્રી મતિ માલતીબેન મહેશ્વરી તથા ભચાઉ નગરપાલિકા પ્રમુખશ્રી કુલદીપસિંહજી વિરેન્દ્રસિંહજી જાડેજા ,ના વરદહસ્તે કરવામાં આવેલ તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો , ભારતીય જનતા પાર્ટીના અરજણભાઈ રબારી ભરત કાવત્રા ઉમિયાશંકર જોષી પીન્ટુ ગઢવી […]

You May Like

Breaking News