નવસારીના ખંભલાવ(આટ)માં કન્યાઓ માટે નિર્મિતઆદર્શ નિવાસી શાળા(વિકસતી જાતિ)નુ ગાંધીનગર થી મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ

Sharing is caring!નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ખંભલાવ(આટ) ગામે ૮,૫૬૦.૭૦ ચો. મી.ના પરિસરમાં રૂ. ૧૭.૧૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિકસતી જાતિની કન્યાઓ માટેની આદર્શ નિવાસી શાળાનુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં આજ રોજ ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ ઈ-લોકાર્પણ સમારોહમાં નવસારીના સાંસદ સી.આર.પાટીલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ, ધારાસભ્ય પિયુષ દેસાઈ, નરેશ પટેલ, કલેકટર આદ્રા અગ્રવાલ, એસપી ડો ગીરીશ પંડયા સાથે અધિકારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ સહિતના પદાધિકારીઓ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહિયા હતા.
અદ્યતન સુવિધા સજ્જ નવનિર્મિત આ આદર્શ નિવાસી શાળામાં વિકસતી જાતિ સમુદાયની વિદ્યાર્થીનીઓને ધો.૯ અને ધો.૧૨માં પ્રવેશ આપવામાં આવશે. આ તમામ ધોરણમાં વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. આ શાળામાં આશરે ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓને રહેવા-જમવા અને અભ્યાસની વિનામૂલ્યે સુવિધાઓ પુરી પાડવામાં આવશે.
રિપોર્ટર; અમિત વ્યાસ
(અમરેલી જિલ્લા બ્યુરો ચીફ નિલેશ પ્રજાપતિ )

Leave a Reply

Your email address will not be published.

Next Post

વાઘોડિયા નગરમાં કોરાના વાયરસને લઈને એક સામાન્ય મિટિંગનું વાઘોડિયા નગર ના વેપારી એસોસિએશન અને તમામ નાના મોટા વેપારીઓ દ્વારા ભેગા મળીને એક આયોજન કરવામાં આવ્યું હતું.

Tue Jul 14 , 2020
Sharing is caring! વાઘોડિયા નગરમાં કોરાના વાયરસને લઈને એક સામાન્ય મિટિંગનું વાઘોડિયા નગર ના વેપારી એસોસિએશન અને તમામ નાના મોટા વેપારીઓ દ્વારા ભેગા મળીને એક આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં કોરોનાવાયરસ ને લઈને સમગ્ર ભારત દેશમાં કોરોના વાયરસ ની મહામારી જોવા મળી રહી છે ત્યારે આ કોરોનાવાયરસ ને લઈને સાવચેતીના […]

You May Like

Breaking News