વાઘોડિયા નગરમાં કોરાના વાયરસને લઈને એક સામાન્ય મિટિંગનું વાઘોડિયા નગર ના વેપારી એસોસિએશન અને તમામ નાના મોટા વેપારીઓ દ્વારા ભેગા મળીને એક આયોજન કરવામાં આવ્યું હતું.

Sharing is caring!વાઘોડિયા નગરમાં કોરાના વાયરસને લઈને એક સામાન્ય મિટિંગનું વાઘોડિયા નગર ના વેપારી એસોસિએશન અને તમામ નાના મોટા વેપારીઓ દ્વારા ભેગા મળીને એક આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં કોરોનાવાયરસ ને લઈને સમગ્ર ભારત દેશમાં કોરોના વાયરસ ની મહામારી જોવા મળી રહી છે ત્યારે આ કોરોનાવાયરસ ને લઈને સાવચેતીના ભાગરૂપે વેપારી વર્ગ દ્વારા પોતે પોતાનો વેપાર નો દુકાન નો સમય નક્કી કરી કોરોનાવાયરસ સામે લડત આપવા માટે દુકાન નો સમય જેમાં નક્કી કરવામાં આવ્યો છે કે દરેક વેપારી પોતાનો દુકાન નો સમય સવારે 8 થી બપોર ના 3 વાગ્યા સુધી ખુલ્લી રહેશે ત્યારબાદ સંપૂર્ણ પણે દુકાનો બંધ રહેશે .આ સમયગાળો તારીખ.13.07.2020 થી 31.07.2020 સુધી નો રહેશે. તેવો નિર્ણય આ મિટીંગ મા લઈ જાહેર કરવામાં આવ્યો તેમજ વિશેષમાં આ મિટીંગ મા ગ્રાહકોને પણ કોરોનાવાયરસ ની સામે લડવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ તમે કોઈપણ દુકાને ખરીદી કરવા જાઓ ત્યારે ઘરમાંથી એક સભ્ય જવું તેમજ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ નુ પાલન કરવું તેવી જન જાગૃતિના અર્થે પ્રજાને વેપારી મંડળના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે કારણકે હાલમાં વડોદરા જિલ્લામાં પાદરા તેમજ ડભોઇ જેવા તાલુકામાં કોરોના વાયરસના દર્દીઓ ની સંખ્યા મા વધારો જોવાં મળતા એક વાઘોડિયામાં નગર મા પણ અગમચેતીના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે ને આ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું તેમજ માહિતી આપતા વેપારીવર્ગ ના પ્રમુખે જણાવ્યું હતું કે આપણું વાઘોડિયા નગર ભાગ ભાગ્યશાળી છે કે વાઘોડિયા નગરમાં હજુ સુધી કોરોના વાયરસનો દર્દી મળી આવ્યો નથી જેથી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તમામ પ્રજાએ કોરા ના વાયરસ સામે સાવચેતીના પગલાં સાથે લડત લડવી સામનો કરવાનો છે આ મિટીંગમાં વેપારી એસોસિએશન તેમજ તમામ નાનામોટા વેપારીઓ એ હાજરી આપી મિટીંગ ને સફળ બનાવી હતી…..
રીપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા
(અમરેલી જિલ્લા બ્યુરો ચીફ નિલેશ પ્રજાપતિ)

Leave a Reply

Your email address will not be published.

Next Post

વડોદરા / સોના-ચાંદીના વેપારીને સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપીને 72 લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયેલા વધુ એકની ધરપકડ, 6.92 લાખ રૂપિયા જપ્ત

Wed Jul 15 , 2020
Sharing is caring! સોના-ચાંદીનો વ્યવસાય કરતા વેપારીને બજાર કરતા સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી રૂપિયા 72 લાખ લઇને ફરાર થઇ ગયેલા ભેજાબાજ ત્રિપુટી પૈકી વધુ એક આરોપી બહેતુલ્લાખાન ઉર્ફે રાજુ ઉર્ફે નાસીરખાનની પોલીસે 6.92 લાખ રૂપિયા સાથેધરપકડ કરી છે. આ પહેલા પોલીસે એકઆરોપીની ધરપકડ કરી હતી અને તેની […]

You May Like

Breaking News