અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓક દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું


સુરત, અમદાવાદ અને મુંબઈથી આવતા લોકોએ ચાવંડ ચેકપોસ્ટ ખાતે હેલ્થ સ્ક્રીનિંગ કરાવવું ફરજીયાત છે.

અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓક દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું.

અમરેલી, તા: ૧૫ જુલાઈ ૨૦૨૦

અમરેલી જિલ્લામાં હાલ કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને ધ્યાને લઇ સઘન તપાસ કરતા જાણવા મળ્યું છે કે મોટાભાગના પોઝીટીવ કેસો સુરત જિલ્લામાં, અમદાવાદ જિલ્લામાં કે મુંબઈથી આવ્યા છે. જેથી સુરત, અમદાવાદ અને મુંબઈથી આવતા વાહનો મુસાફરોનું સઘન મેડિકલ ચેકઅપ તે અત્યંત જરૂરી છે. જેના અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓક દ્વારા તા: ૧૪ જુલાઈના જાહેરનામું બહાર પાડી સુરત, અમદાવાદ કે મુંબઈથી આવતા તમામ મુસાફરોને/ વાહનોને આવવા માટે લાઠીની ચાવંડ ચેકપોસ્ટ ખાતે આરોગ્ય ચકાસણી/ સ્ક્રીનિંગ કરાવી અમરેલી જિલ્લામાં પ્રવેશવા ફરમાવ્યું હતું. સુરત, અમદાવાદ કે મુંબઈથી આવતા વાહનો/ મુસાફરો ચાવંડ ચેકપોસ્ટ સિવાય અન્ય કોઈ પણ સ્થળેથી પ્રવેશ કરી શકશે નહિ.

ચાવંડ ચેકપોસ્ટ પરથી નથી ચાલતી તેવી એસ.ટી.બસો (૧) કૃષ્ણનગર-સાવરકુંડલા વાયા પાલીતાણા -જેસર (૨) કૃષ્ણનગર-સાવર કુંડલા વાયા પાલીતાણા-જેસર (૩) ખેડબ્રહ્મા- સાવરકુંડલા વાયા ગારીયાધાર-લીલીયા. આ બસોના મુસાફરોએ સાવરકુંડલા તાલુકાના વંડા ખાતે ચકાસણી સ્ક્રીનિંગ કરાવવાનું રહેશે, તેમજ (૪) કૃષ્ણનગર-જાફરાબાદ વાયા ભાવનગર-રાજુલા(૫) કૃષ્ણનગર-ઉના વાયા ભાવનગર-રાજુલા બંને બસોના મુસાફરોએ રાજુલાના ડુંગર ખાતે આરોગ્ય ચકાસણી સ્ક્રીનિંગ કરાવવાનું રહેશે. સુરત જિલ્લા, અમદાવાદ જિલ્લા કે મુંબઈમાંથી આવનાર મુસાફરોએ અમરેલી જિલ્લામાં પ્રવેશ્યા બાદ તેમનું હેલ્થ સ્ક્રીનિંગ ન થાય ત્યાં સુધી કોઈ મુસાફરોએ વાહનમાંથી નીચે ઉતરવાનું નથી.

આ હુકમ સરકારી ફરજ પરના વાહનો, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ વાહનો, ઈમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલ વાહનો તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વખતો વખત જાહેર કરવામાં આવતી આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વાહનોને લાગુ પડશે નહિ. આ જાહેરનામુ તા.૧૬/૦૭/૨૦૨૦ થી તા.૩૧/૦૭/૨૦૨૦ (બંને દીવસો સહીત) અમલમાં ગણાશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.
રિપોર્ટર કલ્પેશ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા અમરેલી
(અમરેલી જિલ્લા બ્યૂરો ચીફ નિલેશ પ્રજાપતિ)

Leave a Reply

Your email address will not be published.

Next Post

ઉમરાળા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

Wed Jul 15 , 2020
ઉમરાળા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ. […]

You May Like

Breaking News