સંકટના વાદળ / જૂજ અને કેલિયા ડેમમાં ગત વર્ષની તુલનામાં પાણીની નહિંવત આવક જૂજ ડેમમાં એક રોટેશન ચાલે એટલું પાણી, વરસાદ લંબાય તો ખેડૂતોના માથે સંકટ

Sharing is caring!

સંકટના વાદળ / જૂજ અને કેલિયા ડેમમાં ગત વર્ષની તુલનામાં પાણીની નહિંવત આવક
જૂજ ડેમમાં એક રોટેશન ચાલે એટલું પાણી, વરસાદ લંબાય તો ખેડૂતોના માથે સંકટ


વાંસદા. નવસારી અને ડાંગ જિલ્લામાં આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ઓછો વરસાદ નોંધાયો છે ત્યારે ખેડૂતોની જીવાદોરી સમાન કાવેરી નદી પર આવેલ જૂજડેમમાં માત્ર એક રોટેશન ચાલે એટલું જ પાણી બચ્યું છે તો કેલીયા ડેમમાં પણ ગત વર્ષની સરખામણીમાં પાણીનો સંગ્રહ ખૂબ જ ઓછો હોય ત્યારે ધરતીપુત્રો પર સંકટના વાદળ છવાયા છે.

ચાલુ વર્ષે ઉપરવાસમાં તેમજ ડાંગ જિલ્લામાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ પડતા આ ડેમ ખાલી થવાની આરે આવી પહોંચ્યો છે
વાંસદા અને ચીખલી બહુધા આદિવાસી વસતિ ધરાવતા તાલુકા છે. આ તાલુકાના મોટાભાગના પરિવારો ખેતી ઉપર પોતાના તેમજ પરિવારનુ ગુજરાન ચલાવતા હોય છે ત્યારે આ તાલુકાના ખેડૂતોને ખેતી કરવા માટે સમયસર પાણી મળી રહે તેમજ વરસાદના પાણીનો સંગ્રહ થાય અને જેનો યોગ્ય સમયે ઉપયોગ કરી શકાય તેના માટે વાંસદા તાલુકાના જૂજ ગામે એક કાવેરી નદી ઉપર જૂજ ડેમ બનાવવામાં આવ્યો છે. પાછલા બે વર્ષથી ભારે વરસાદને પગલે આ ડેમ ઓવરફલો થતો રહ્યો છે. ચાલુ વર્ષે ઉપરવાસમાં તેમજ ડાંગ જિલ્લામાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ પડતા આ ડેમ ખાલી થવાની આરે આવી પહોંચ્યો છે. બીજી તરફ ઉપર આધારિત ખેતી કરતા ખેડૂતોએ થોડો વરસાદ પડતાની સાથે જ ખેતીમાં પાકનુ વાવેતર તો કરી દીધુ પરંતુ હવે વરસાદ ન વરસતા ખેડૂત ચિંતામાં મુકાયો છે ત્યારે જો આવનારા સમયમાંવરસાદ નહીં વરસે તો જૂજ ડેમનુ પાણી સમયસર મળે તેવી ખેડુતો આશા રાખી રહ્યા છે.

કેલીયા ડેમમાં ગત વર્ષે પાણીનું સ્તર 104.95 મીટર હતું
જૂજડેમની 167.50 મીટર ઉપર ઓવરફ્લો થતો હોય છે ત્યારે ગત વર્ષે આ સમયે જૂજ ડેમમાં પાણીનુ લેવલ 158.25 મીટર સુધીની સુધી નુ હતુ જે હાલ ચાલુ વર્ષે 152.95 મીટર જેટલુ છે અને ગત વર્ષ કરતા અત્યારે 16 ઈંચ જેટલો ઓછો વરસાદ રહ્યો છે. જો આગામી સમયમાં વરસાદ ન વરસે તો વાંસદા, ચીખલી સહિતના તાલુકાના 24 જેટલા ગામોના ખેડૂતોની હાલત કફોડી બનશે.કેલીયા ડેમમાં ગત વર્ષે પાણીનું સ્તર 104.95 મીટર હતું. જ્યારે આ વર્ષે આજના સમયે 99.85 મીટર જેટલું ઓછું છે. કેલીયા ડેમના પાણીનો સિંચાઈના સ્ત્રોત તરીકે ચીખલી, વાંસદા સહિતના તાલુકા મળી કુલ 18 જેટલા ગામના ખેડૂતો લાભ લે છે. આ કેલીયા ડેમ 113.40 મીટરના લેવલે ઓવરફલો થાય છે ત્યારે હાલ ધરતીપુત્રોમાં પણ આ ડેમોમાં પાણીના નીચા સ્તર બાબતે ચિંતા જોવા મળી રહી છે

કેલિયા ડેમની છેલ્લા ત્રણ વર્ષની સ્થતિ
17મી જુલાઈ 2017માં વરસાદ 778 મિ.મી. લેવલ 106 ડેમમાં પાણીનો સ્ટોર 37.33%, 17મી જુલાઈ 2018માં વરસાદ 1353 મિ.મી. લેવલ 100% ઓવરફ્લો થયો હતો. જ્યારે 17મી જુલાઈ 2019એ વરસાદ 675 મિ.મી. 104.95 લેવલ ડેમ 27.97 ટકા ભરાયો હતો. જ્યારે 17મી જુલાઈ 2020માં વરસાદ 353 મિ.મી., ડેમનું લેવલ 99.85 % ડેમમાં પાણીની આવક ઝીરો છે.

જૂજ ડેમની ત્રણ વર્ષની સ્થિતિ
17મી જુલાઈ 2017એ વરસાદ 789 મિ.મી., ડેમનું લેવલ 160.35 અને ડેમ 46.21 ટકા ભરાયો હતો. 17મી જુલાઈ 2018એ 1230 મિ.મી. વરસાદ – ડેમ 100% ભરાઈ ઓવરફ્લો થયો હતો. 17મી જુલાઈ 2019એ 654 મિ.મી.વરસાદ ડેમનું લેવલ 158.25 અને ડેમ 34.97% ભરાયો હતો. જ્યારે 17મી જુલાઈ 2020એ 253 મિ.મી.વરસાદ, ડેમનું લેવલ 152.95, ડેમમાં પાણીની આવક નહીવત છે. છેલ્લા કેટલાક વર્ષો બાદ આ વર્ષે બંને ડેમમાં પાણીની આવક નહીવત થતાં ખેડૂતો ચિંતિત વધી છે.

ખેડૂતો માંગણી કરશે તો પાણી અપાશે
ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ ઓછો છે તો જૂજડેમમાં પણ પાણીનું લેવલ પણ ઓછું છે. હાલ એક રોટેશન ચાલે એટલું પાણી બચ્યું છે. ખેડૂતો માંગણી કરશે તો પાણી અપાશે. -આર.આર.ગામીત, નાયબ ઈજનેર, જૂજડેમ વિભાગ

ગત વર્ષ કરતા આ વર્ષે પાણીનો સંગ્રહ ઓછો
કેલીયા ડેમમાં ગત વર્ષમાં હાલના સમયે જૂલાઇ માસમાં પાણીનો સંગ્રહ હતો તેની સરખામણીમાં આ વર્ષે પાણીનો સંગ્રહ ઘણો જ ઓછો થયો છે. જેથી પાણીનું લેવલ નીચુ છે.- વિમલ પટેલ, નાયબ ઇજનેર, કેલિયા ડેમ. (રિપોર્ટર; અમિત વ્યાસ. ચીખલી/નવસારી.)

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલી ના પીપાવાવ વિસ્તાર માં બાળ લગ્ન અટકાવતી 181 અભયમ ટીમ

Sun Jul 19 , 2020
Sharing is caring! અમરેલી ના પીપાવાવ વિસ્તાર માં બાળ લગ્ન અટકાવતી 181 અભયમ ટીમ એક જાગૃત નાગરિક દ્વારા 181માં ફોન કરી જણાવ્યું કે હું ખેરા ગામ તાલુકો રાજુલા થી વાત કરું છું મારા ગામ મા લગ્ન થાય છે એ છોકરી પુખ્ત ઉમર ની નથી જેથી એના બાળ લગ્ન થઈ રહેલા […]

You May Like

Breaking News