અમરેલી ના પીપાવાવ વિસ્તાર માં બાળ લગ્ન અટકાવતી 181 અભયમ ટીમ

Sharing is caring!

અમરેલી ના પીપાવાવ વિસ્તાર માં બાળ લગ્ન અટકાવતી 181 અભયમ ટીમ

એક જાગૃત નાગરિક દ્વારા 181માં ફોન કરી જણાવ્યું કે હું ખેરા ગામ તાલુકો રાજુલા થી વાત કરું છું મારા ગામ મા લગ્ન થાય છે એ છોકરી પુખ્ત ઉમર ની નથી જેથી એના બાળ લગ્ન થઈ રહેલા છે

આ જાગૃત નાગરિક ની વાત ની ગંભીરતા લઈ તુરતજ 181 ના કાઉન્સેલર હિના પરમાર અને wpc કૃપા બેન તેમની ટીમ ખેરા ગામ પહોંચી

ત્યાં પહોંચી લગ્ન નો માહોલ જોતાજ દીકરી ક્યાં અને એની ઉંમર કેટલી છે જેવી તપાસ કરતા આ દીકરી આશરે 16 વર્ષ ની આસપાસ છે આ પહેલા આ છોકરી ને કોઈ છોકરા સાથે પ્રેમ સબન્ધ હશે તે ઘરે થી કોઈ ને જાણ કરિયા વગર ભાગી ગયેલ
ત્યારે તેના માતા પિતા દ્વારા એ નજીક માં આવેલ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ત્યારે પોલીસ દ્વારા તાપસ હાથધરી છોકરા છોકરી ને પકડી પાડવામાં આવેલ અને છોકરો વિરુદ્ધ posco Act 2012 મુજબ ગુનો 2019 દાખલ કરેલ અને ત્યાર પછી આ છોકરી એના માતા પિતા સાથે તેના પરિવાર માં રહે છે
પરંતુ તેના માતા પિતા એ તેમના લગ્ન નક્કી કરી નાખેલ જેથી 181 દ્વારા પીપાવાવ પોલીસ સ્ટેશન ના થાણા અધિ શ્રી D. C. Sakriya (psi) ને આ ઘટના ની જાણ કરવામાં આવી અને થાણા અધિ શ્રી એ તેમના સ્ટાફ ને ઘટના સ્થળે મોકલી આપેલ
અને છોકરી ના માતા પોતા ને 181 દ્વારા પીપાવાવ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવેલ
અને ત્યાં પોલીસ અને 181 ને છોકરી અને તેના પરિવાર ને સામે વાળા પક્ષ ના પરિવાર *બાલ લગ્ન એ કાયદાકીય ગુનો બને છે પોલીસ કાર્યવાહી* વિશે ની માહીતી આપી સમજવામાં આવેલ
ત્યારે આ છોકરી ના માતા પિતા એ તેમની ભૂલનો સ્વીકાર કરી પીપાવાવ પોલીસ સ્ટેશનમાં લેખિત બહેન્દ્રી આપી કે તેઓ જ્યાં સુધી આ દીકરી ની પુખ્ત ઉંમર નહિ થાય તેઓ લગ્ન નહિ કરાવે હાલ આ દીકરી તેના માતા પિતા સાથે તેના પરિવાર માં છે જેથી
પીપાવાવ પોલીસ દ્વારા ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવેલ કે લગ્ન ના થાય
આમ *181 અભયમ અને પોલીસ દ્વારા બાળલગ્ન અટકાવી પરિવાર અને તેમના સમાજ ને કાયદા વિશે માહિતગાર કરવામાં આવેલ છે
રીપોર્ટર:- નિલેશ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલી ના ચિતલ ગામ ની મૂળ સંસ્થા અને હાલ ગુજરાત લેવલે કાર્યરત વ્રજ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અમદાવાદ બાપુનગર ખાતે ઉકાળાનું વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

Mon Jul 20 , 2020
Sharing is caring! અમરેલી ના ચિતલ ગામ ની મૂળ સંસ્થા અને હાલ ગુજરાત લેવલે કાર્યરત વ્રજ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અમદાવાદ ના બાપુનગર વિસ્તાર ની અશોપાલવ સોસાયટી અને અન્ય નજીક ની સોસાયટી મા હાલ ની કોરોના મહામારી માં લોકોના સ્વાસ્થ્ય ની ચિંતા કરીને ૧૪૦ પરિવારો ના ૬૦૦ લોકો ને ઉકાળા વિતરણ […]

You May Like

Breaking News