અમરેલી ના ચિતલ ગામ ની મૂળ સંસ્થા અને હાલ ગુજરાત લેવલે કાર્યરત વ્રજ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અમદાવાદ બાપુનગર ખાતે ઉકાળાનું વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

Sharing is caring!
અમરેલી ના ચિતલ ગામ ની મૂળ સંસ્થા અને હાલ ગુજરાત લેવલે કાર્યરત વ્રજ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અમદાવાદ ના બાપુનગર વિસ્તાર ની અશોપાલવ સોસાયટી અને અન્ય નજીક ની સોસાયટી મા હાલ ની કોરોના મહામારી માં લોકોના સ્વાસ્થ્ય ની ચિંતા કરીને ૧૪૦ પરિવારો ના ૬૦૦ લોકો ને ઉકાળા વિતરણ દ્વારા ઉકાળો પીવડાવેલ, જેમાં ખાસ માસ્ક, સોશિઅલ ડિસ્ટન્સ ના નિયમોનું ખુબજ સારી રીતે પાલન થયેલું જોવા મળેલ છે, જેનું તમામ આયોજન વ્રજ ફાઉન્ડેશન દ્વારા થયેલ, આ તકે સંસ્થા ના પ્રમુખ અંકિતાબેન શૈલેષભાઈ પ્રજાપતી, તેમજ શૈલેષભાઈ એમ. પ્રજાપતિ તેમજ ૫ મહિલા વોલેંટીયર, ૧૦ યુવા સહિત ૧૫ વોલેંટીયર ની ટીમ દ્વારા આયોજન કરેલ હતું, આ તકે અશોપાલવ સોસાયટી ના ચેરમેન શ્રી મિશ્રાજી, અન્ય લોકો નો પણ સહયોગ હતો,
વ્રજ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અમદાવાદ અને બાપુનગર વિસ્તાર માં કોરોના મહામારી સામે જંગ લડવા માટે ઉકાળા વિતરણ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ પ્રથમ અશોપાલવ સોસાયટી અને આસપાસ ના ૫૦૧ લોકો ને આયુર્વેદિક અમૃત ઉકાળો પીવડાવવામાં આવ્યો, જેમાં વ્રજ ફાઉન્ડેશન સંસ્થા અને સંસ્થા ની યુવા ટીમ દ્વારા આયોજન થયેલું, આ તકે આશોપાલવ સોસાઈટી ના ચેરમેન, વડીલ આગેવાન
મનુંદાદા તેમજ અન્ય તમામ આગેવાનો એ હાજરી આપીને વ્રજ ફાઉન્ડેશન સંસ્થા અને પૂરી ટીમ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું,
સાથે સાથે આ આયુર્વેદિક ઉકાળા વિતરણ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે પણ લોકો જોડાયા હતા તેનો વ્રજ ફાઉન્ડેશન સંસ્થા અને ટીમ વતી આભાર માન્યો હતો,
ખુબજ સફળ આયોજન માટે અશોપલવ સોસાયટી ની પૂરી ટીમ અને અન્ય જોડાયેલ તમામ લોકો એ વ્રજ ફાઉન્ડેશન સંસ્થા ની ટીમ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું,

વ્રજ ફાઉન્ડેશન યુવા ટીમ
અમરેલી જિલ્લા બ્યૂરો ચીફ નિલેશ પ્રજાપતિ

Leave a Reply

Your email address will not be published.

Next Post

ઉખરલા ગામે ભડીયામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન નંગ-૨ તથા અન્ય મોબાઇલ ફોન નંગ-૨ તથા ઇલેકટ્રીક કેબલ બાળેલ તાંબાના વાયરનો ભંગાર ૪૫.૫૦૦ કિ.ગ્રા. કિ.રૂ.૧૩,૬૫૦ તથા મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ ચોરાઉ મુદામાલ કિ.રૂ.૭૩,૬૫૦/- સાથે બે ઇસમોને પકડી પડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર

Mon Jul 20 , 2020
Sharing is caring! ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો […]

You May Like

Breaking News