સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

Sharing is caring!

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ની સુચના અને માર્ગ દર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીઓના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી લેવા માટે ખાસ સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાનરમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં પાલીતાણા બસ સ્ટેશન પાસે આવતા *પોલીસ કોન્સ અરવિંદભાઇ બારૈયાને* ખાનગી રાહે હકિકત મળેલ કે સુરત શહરે કાપોદ્રા પોલીસ સ્ટેશન ફ ગુ.ર.ન. ૩૭/૨૦૧૭ ઇ.પી.કો કલમ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબના ગુન્હામાં નાસ્તો-ફરતો આરોપી હનુભાઇ બાલાભાઇ ડાભી રહે. ગરાજીયા તા.પાલીતાણા વાળો પાલીતાણા વિરપુર ચોકડી ઉપર ઉભો છે. તેવી હકિકત મળતા જેથી તુરતજ તે સ્થળ ઉપર જઇ બાતમી વાળો ઇસમ હનુભાઇ બાલાભાઇ ડાભી રહે. ગરાજીયા તા. પાલીતાણા જી.ભાવનગર વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમોને ઉપરોકત ગુનાના કામે પુછપરછ કરતા પોતાને ગુનાના કામે અટક કરવાના બાકી હોય જેથી તેઓની રેર્કડ ઉપર ખાત્રી કરતા સદરહું ગુન્હામાં અટકાયત કરવાનો બાકી હોય જેથી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ. શ્રી ને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે. અને સદરહું બાબતે સુરત શહેર કાપોદ્ર પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ કરેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. તિરૂણસિંહ સરવૈયા તથા પોલીસ કોન્સ. અરવિંદભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.
રિપોર્ટર નિલેષ પ્રજાપતિ સાથે વિપુલ મકવાણા અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

ગારીયાધાર મીઠા કુવા પાસેથી ચોરાઉ મો.સા.સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

Tue Jul 21 , 2020
Sharing is caring! ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં બનેલ ચોરના અનડીટેકટ બનાવો ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં […]

You May Like

Breaking News