પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

Sharing is caring!


ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ *આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના* માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે *ગઢડા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં-૧૧૧૯૦૦૦૪૨૦૦૧૬૬/ ૨૦૨૦ પ્રોહી. કલમ ૬૫એ,ઇ, ૧૧૬(બી), ૮૧,* મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અજયસિંહ જામભા રાણા ઉ.વ.:-૨૯ ધંધો-ડ્રાઇવીંગ રહેવાસી-હાલ-મહાદેવનગર ટોયોટો શો રૂમની પાછળ, પ્લોટનં-૬૩ ભાવનગર મુળગામ-બોડકી તા.ગઢડા જી.બોટાદ વાળાને આખલોલ જકાતનાકા, ભાવનગર ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. અર્જુનસિંહ ગોહીલ તથા વુમન પો.કોન્સ. નિલમબેન વીરડીયા વિગેરે જોડાયા હતા.
રિપોર્ટર નિલેષ પ્રજાપતિ સાથે વિપુલ મકવાણા અમરેલી
(અમરેલી જિલ્લા બ્યુરો ચીફનિલેશ પ્રજાપતિ)

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીએ ગૌવંશ ની કતલ કરતાં ઇસમ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું, ગૌવંશની કતલ તથા હેરા-ફેરીના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીને પાસા તળે જેલમાં ધકેલાયો.

Thu Jul 23 , 2020
Sharing is caring! અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા તેમજ ગૌવંશની કતલ કરતાં તેમજ જનતાની ધાર્મિક લાગણીને દુભાવવા તેમજ આમ જનતામાં પોતાની ધાક જમાવવાના હેતુ થી ગૌવંશના પશુઓની હેરા-ફેરી કરવી તેમજ તેની કતલ કરવી અને તેનુ માંસ-મટનની હેરા-ફેરી […]

You May Like

Breaking News