અમરેલી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીએ ગૌવંશ ની કતલ કરતાં ઇસમ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું, ગૌવંશની કતલ તથા હેરા-ફેરીના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીને પાસા તળે જેલમાં ધકેલાયો.

Sharing is caring!

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા તેમજ ગૌવંશની કતલ કરતાં તેમજ જનતાની ધાર્મિક લાગણીને દુભાવવા તેમજ આમ જનતામાં પોતાની ધાક જમાવવાના હેતુ થી ગૌવંશના પશુઓની હેરા-ફેરી કરવી તેમજ તેની કતલ કરવી અને તેનુ માંસ-મટનની હેરા-ફેરી અને વેચાણ જેવી પ્રવૃતિ સંદત્તર બંઘ થાય તે હેતુંથી સરકારશ્રી દ્વારા ગૌવંશ કાયદામાં સુઘારાઓ કરવામાં આવેલ હોવા છતાં કાયદાનો ડર રાખ્યા વગર અમુક ઇસમો પોતાની ગેરકાયદેસર ગૌવંશની હેરા-ફેરી તથા કતલ કરવાની પ્રવૃતિ ચોરી, છુપીથી શરૂ રાખતાં હોય, જેથી ઘાર્મિક લાગણી દુભાવવાના અને કોમ્યુનલ જેવા બનાવો બનવાની સંભાવનાં રહેતી હોય, જેથી આવા માથાભારે ઇસમો સામે પાસા-તડીપાર જેવા સખ્ત પગલા લઇ ગુન્હેગારોને કાયદાનું ભાન થાય અને નિર્દોષ ગૌવંશની જીવ હત્યા ન થાય તેમજ અમરેલી જીલ્લાના નાગરીકોને સુખ શાંતિનો અહેસાસ થાય અને નિર્ભયપણે રહી શકે તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંઘાને *અમરેલી એસ.ઓ.જી.,પો.સ.ઇ. શ્રી.એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી.ટીમ* દ્વારા મોસીન ઉર્ફે ઈમુ ઉસ્માનભાઇ કાલવા ઉ.વ.-૨૫, ઘંઘો-મજુરી, રહે. ચિતલ કાલવા ચોક, તા.જી.અમરેલીવાળા વિરૂધ્ધ પુરતા પુરાવાઓ એકઠાં કરી,પાસા દરખાસ્ત તૈયાર કરી,પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફ મોકલી આપેલ હતી.
ગૌ વંશની કતલ કરતાં તેમજ જનતાની ધાર્મિક લાગણીને દુભાવવા તેમજ આમ જનતામાં પોતાની ધાક જમાવવાના હેતુ થી ગૌવંશના પશુઓની હેરા-ફેરી કરવી તેમજ તેની કતલ કરવી અને તેનુ માંસ-મટનની હેરા-ફેરી અને વેચાણની અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં *અમરેલી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓક સાહેબ,* નાઓએ ઉપરોક્ત આરોપી વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇશ્યુ કરતાં *પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબનાઓની* સુચના મુજબ અમરેલી *એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી.ટીમે* *મોસીન ઉર્ફે ઈમુ ઉસ્માનભાઇ કાલવા રહે. ચિતલવાળાને* પાસા વોરંટની બજવણી કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ હાથ ઘરેલ છે.

આમ, *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. *પો.સ.ઇ., શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી. ટીમ* ગૌવંશના પશુઓની હેરા-ફેરી કરવી તેમજ તેની કતલ કરવી અને તેનુ માંસ મટનની હેરા-ફેરી અને વેચાણની અસામાજીક પ્રવૃતિ કરતાં ઇસમને *લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે* અટકાયતમાં રહેવા જરૂરી પોલીસ જાપ્તા સાથે મોકલી આપી, આવી ગૌવંશની કતલ જેવી અસામાજીક પ્રવૃતિ કરતાં ઇસમો સામે ચેતવણીરૂપ કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે.
રિપોર્ટર નિલેષ પ્રજાપતિ અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

ભાવનગર અમદાવાદ હાઇવે ધરતી હોટલ સામેથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ નાની મોટી બોટલો નંગ-૧૭૪ તથા બિયર ટીન નંગ-૧૪૦ મળી કુલ કિ.રૂ.૧,૧૯,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કુલ કિ.રૂ.૫૫૦૦/-તથા આઇસર ટ્રક કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૬,૨૫,૦૦૦/--નો મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Fri Jul 24 , 2020
Sharing is caring! ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબે તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ. જે સુચના આઘારે લોકલ ક્રાઇમ […]

You May Like

Breaking News