અમરેલી શહેરમાં સંકુલ રોડ પરથી એક્ટીવા સ્‍કુટર ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂની થતી હેરા-ફેરી પકડી પાડી સ્‍કુટર સહિત કિં.રૂ.૫૫,૧૭૫/- નો મુદ્દામાલ કબ્જે કરતી અમરેલી એલ.સી.બી

Sharing is caring!

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા અમરેલી એલ.સી.બી. ટીમ* દ્વારા અમરેલી શહેરમાં સંકુલ રોડ પર સરદાર ચોક પાસેથી એક્ટીવા સ્‍કુટર ઉપર થતી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેર-ફેર પકડી પાડેલ છે.

આજરોજ તા.૨૫/૦૭/૨૦૨૦ ના બપોરના સમયે અમરેલી શહેરમાં પેટ્રોલીંગ દરમ્‍યાન એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, અમરેલી સંધી સોસાયટીમાંં રહેતો ઇમરાનશા રફીકશા કલંદર, પોતાના જી.જે.૧૪.એ.એન.૬૫૫૭ નંબરના એકટીવા ઉપર ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલોની હેરફેર કરી, વેચાણ કરે છે અને તે સંકુલ રોડ પર આવેલ સરદાર ચોકમાંથી નીકળનાર છે તેવી ચોક્કસ બાતમી મળતાં સરદાર ચોક પાસે વોચ ગોઠવતાં બાતમી વાળું એક્ટીવા આવતાં રોકી ચેક કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવેલ હતી.   

*પકડાયેલ આરોપીઃ–*
ઇમરાનશા રફીકશા કલંદર, ઉ.વ.૨૫, રહે.અમરેલી, સંધી સોસાયટી.

*પકડાયેલ મુદ્દામાલઃ-*
ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૫, કિં.રૂ.૫,૧૭૫/- તથા મોબાઇલ ફોન-૨, કિં.રૂ.૧૦,૦૦૦/- તથા દારૂના વેચાણના રૂ.૧૦,૦૦૦/- તથા જી.જે.૧૪.એ.એન.૬૫૫૭ નંબરનું એકટીવા સ્‍કુટર, કિં.રૂ.૩૦,૦૦૦/- મળી *કુલ કિં.રૂ.૫૫,૧૭૫/- નો મુદ્દામાલ.*  

પકડાયેલ ઇસમ વિરૂધ્‍ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી, આરોપી તથા મુદ્દામાલ *અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન* માં સોંપી આપેલ છે.  

આ કામગીરી *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે. 
રિપોર્ટર નિલેષ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા અમરેલી
-અમરેલી જિલ્લા બ્યુરો ચીફ નિલેશ પ્રજાપતિ

Leave a Reply

Your email address will not be published.

Next Post

બળાત્કાર તથા સૃષ્ટી વિરૂધ્ધનાં કૃત્ય આચરનાર ગુન્હાનાં આરોપીને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

Sat Jul 25 , 2020
Sharing is caring! *પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* અમરેલીનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓના નાસતાં-ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા-ફરતા આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી. અમરેલીના *પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી* તથા […]

You May Like

Breaking News