વંડા પો.સ્ટે., વિસ્તારમાંથી દેશી બનાવટી જામગરી બંદુક (૨) બે (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

 

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* નાઓએ જીલ્લામાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી.ના *પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી. ટીમ* એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અર્થે વંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, શેલણા ગામની ચોકડીએ થી આશરે અડઘો કી.મી. દુર ઠવી ગામ તરફ જતા રોડ ઉપર એક ઈસમ પોતાની પાસે ગેરકાયદેસર હથીયાર (અગ્નિશસ્ત્ર) રાખી ઉભો છે અને કોઇ ગુન્હો કરવાની પેરવીમા હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા દેશી બનાવટી જામગરી બંદુક બે *(અગ્નિશસ્ત્ર હથિયાર)* સાથે એક ઈસમને ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપી
અશ્વિનભાઇ રામજીભાઇ ડાભી, ઉવ.૩૫, ધંધો.મજુરી, રહે.શેલણા, તા.સાવરકુંડલા, જી.અમરેલી.

કબ્જે કરેલ મુદ્દામાલ
મજકુર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી દેશી હાથ બનાવટી જામગરી બંદુક નંગ-૨, *(અગ્નિશસ્ત્ર હથિયાર)* કિ.રૂા.૧૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે વંડા પોલીસ સ્ટેશનમાં ખાતે સોંપી આપેલ છે.

આમ, *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. *પો.સ.ઇ., શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી. ટીમ* ને દેશી હાથ બનાવટી જામગરી બંદુક નંગ-૨, *(અગ્નિશસ્ત્ર હથિયાર)* સાથે એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર નિલેષ પ્રજાપતિ અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

થરાદના મિયાલ નજીક હાઇવે પર ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતાં બાઇક પર સવાર બે ના મોત નિપજ્યા હતા

Tue Jul 28 , 2020
  મેસરા ગામે હાઇવે પર ઓટો પાર્ટ્સનો વ્યવસાય કરતા ત્રીકમાભાઇ પદમાભાઇ ચૌધરી બાઇક પર તેમની દુકાનમાં નોકરી કરતા હિતેશભાઇ નારાણભાઇ ચૌધરીને લઇ રવિવારે મિયાલ ગામના હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે હાઇવે પર ટ્રક નંબર આરજે-50-જીબી-1891ના ચાલકે પોતાના ટ્રકમાં ડીપર આપ્યા વિના જ પાર્ક કર્યું હતું. જો કે […]

You May Like

Breaking News