સાબરકાંઠા જિલ્લા રજીસ્ટાર દ્વારા આત્મનિર્ભય સહાય યોજના માં ક્રેડિતસોસાયટી માં પ્રસનનીય કામગીરી કારયી. .

સાબરકાંઠા જિલ્લા રજીસ્ટાર દ્વારા આત્મનિર્ભય સહાય યોજના માં ક્રેડિતસોસાયટી માં પ્રસનનીય કામગીરી કારયી.


.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આત્મનિર્ભય સહાય યોજના અંતર્ગત દરેક જિલ્લાના રજિસ્ટાર દ્વારા પોતાના જિલ્લામાં આવેલ તમામ સહકારી બેંકો ,નાગરીક બેંકો,નાગરિક સહકારી શરાફી મંડળીઓ, ક્રેડિટ સોસાયટીઓ બચત મંડળી ઓ માં થી લાળી ગલ્લા વાળા ,નાના કારીગરો, નાના વેપાળી ઓ ને આ સહાય મળે અને તેવો આત્મ નિર્ભર બને તે ઉદ્દેશ ની સાથે 1 લાખ રૂપિયા ની લોન આપવામાં આવશે તેવું નક્કી કરી લોન ફ્રોમ ની વહેંચણી કરવામાં આવી હતી. દરેક સંસ્થાઓ દ્વારા પોતાના ભંડોળ પ્રમાણે લોન આપવાની શરૂ કરવામાં આવી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના રજીસ્ટાર એસ.બી.ચૌહાણ દ્વારા સાબરકાંઠા જિલ્લાના અને અરવલ્લી જિલ્લામાં આવેલા તમામ સહકારી બેંકો મંડળીઓ ના ચેરમેન અને મેનેજર ની સાથે કલેકટર સી જે પટેલ ના સતત માર્ગદર્શન દ્વારા વાતચીત કરી વધુમાં વધુ લાભાર્થીઓને આ સહાયમળે તેવા પ્રયત્નો કરી આજે ક્રેડિટ સોસાયટીમાં સાબરકાંઠા જિલ્લામાં વધુ ધિરાણ કરાવવા માં આવ્યું છે.અને સાબરકાંઠા જિલ્લો તે વિભાગ માં સમગ્ર જિલ્લાઓ માં અગ્રેસર છે .જિલ્લા રજીસ્ટાર એસ.બી.ચૌહાણ ના જણાવ્યા પ્રમાણે 24 જુલાઈ સુધી માં ક્રેડિટ કો.ઓપ.સો.લી. દ્વારા 2004 ફ્રોમ નું વિતરણ કરવામાં આવ્યું હતું.જેની સામે 307 લાભાર્થી ઓને 258.75 લાખ, મંજુર કરવા માં આવી હતી.તેવીજ રીતે નાગરિક સહ.બેન્ક.લી દ્વારા 1304 ફ્રોમ નું વિતરણ કરવા માં આવ્યું હતું.જ્યારે 231 લાભાર્થી ને 212.95 લાખ ની લોન મંજુર કરવા માં આવી છે તો સાબરકાંઠા બેન્ક લી. દ્વારા 2487 ફ્રોમ વિતરણ કરવામાં આવ્યા હતા તેની સામે 396 લાભાર્થીઓને 348.10લાખ ની લોન મંજુર કરેલ છે. આમ કુલ 934 લાભાર્થી ને 819.80 લાખ ની લોન મંજુર કરવા માં આવી છે.
આવનારા દિવસો માં હજુ પણ વધુ લાભાર્થીઓને સાબરકાંઠા જિલ્લામાં સહાય અપાશે.
આ કાર્ય ને સફર બનાવવા માં સાબરકાંઠા જિલ્લા રજીસ્ટાર ઑફિસ ના સ્ટાફ ની સાથે ઑ. એસ. ભાનુભાઈ પટેલ,જિજ્ઞાસા બેન પ્રજાપતિ,કૃણાલભાઈ પટેલ,નિરવભાઈ પટેલ નો સાથ સહકાર મલે છે.અમારો સ્ટાફ દરેક મંડળી બેંકો ની પાસે થી રોજેરોજ ની માહિતી એકત્રિત કરી તેને આગળ મોકલી આપે છે .અમારા સ્ટાફ મિત્રો પણ વધુ માં વધુલાભાર્થીઓને આ સહાય સંસ્થાઓ દ્વારા આપવામાં આવે તે માટે અથાર્ટ પ્રયત્ન કરવામાં આવે છે.
રિપોર્ટર…
મિલાપ નાયક ઇડર
રાકેશ નાયક
સાબરકાંઠા બ્યુરો

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમદાવાદ: થલતેજમાં ઝડપાયું નકલી નોટ છાપવાનું કૌભાંડ ,ઘરમાં જ છપાતી હતી નકલી નોટો

Wed Jul 29 , 2020
અમદાવાદના થલતેજમાં આવેલા સંજયનગરમાંથી ક્રાઈમ બ્રાન્ચે નકલી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.આ છાપામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે પિતરાઈ ભાઈઓની ધરપકડ કરી અને 200 તેમજ 500 રૂપિયાની 436 નકલી નોટો, નોટ છાપવાનો પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બન્ને પિતરાઈ ભાઈઓ થલતેજમાં આવેલા સંજયનગરમાંથી ઘરમાં જ નકલી નોટો છાપી બજારમાં […]

You May Like

Breaking News