ભાવનગર લીલા સર્કલ પાસે માધવ વિહાર સોસાયટીના રહેણાંકી મકાનમાંથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ મોટી બોટલો નંગ-૧૦૬૮ તથા કુલ કિ.રૂ.૩,૨૦,૯૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર ભરતનગર પોલીસ ટીમ

Sharing is caring!

ભાવનગર લીલા સર્કલ પાસે માધવ વિહાર સોસાયટીના રહેણાંકી મકાનમાંથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ મોટી બોટલો નંગ-૧૦૬૮ તથા કુલ કિ.રૂ.૩,૨૦,૯૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર ભરતનગર પોલીસ ટીમ

*ભાવનગર લીલા સર્કલ પાસે માધવ વિહાર સોસાયટીના રહેણાંકી મકાનમાંથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ મોટી બોટલો નંગ-૧૦૬૮ તથા કુલ કિ.રૂ.૩,૨૦,૯૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર ભરતનગર પોલીસ ટીમ*

*ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબે તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે* તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ એસ ઠાકર સા દ્વારા ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. ઇન્સ.જે.જે.રબારી સાહેબ તથા ઇન્ચાર્જ એસ.એમ.સોલંકી સા દ્વારા સ્ટાફનાં માણસોને ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ/જુગારની બદી નેસ્તનાબુદ કરવાં માટે સખત સુચના આપેલ…

જે સુચના આઘારે ભરતનગર પોલીસ સ્ટેશનના
હેડ.કો.એસ આર રાણા તથા પો.કો.ઇરફાનભાઇ એસ અગવાન તથા પો.કો.ભીખુભાઇ એ બુકેરા તથા પો.કો.નરેશભાઇ જી વાજા તથા પો.કો.અશોકભાઇ એસ મકવાણા તથા પો.કો.રાહુલભાઇ કે કંટારીયા તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે *પો.કો.ભીખુભાઇ બુકેરા તથા પો.કો.ઇરફાનભાઇ અગવાન નાંઓની સંયુક્ત બાતમીરાહે હકિકત મળેલ કે* વિક્રમ ઉર્ફે વિક્કી હરજીભાઇ જાંબુચા રહે ધોધા જગાતનાકા શિવાજી સર્કલ બેઠલાં પુલ પાસે પચ્ચાસ વારીયા પ્લોટ નંબર ૧૨/બી ભાવનગર વાળાએ સીદસર રોડ પર આવેલ માધવ વિહાર સોસાયટીમાં નવું મકાન બનાવેલ હોય જે મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવાં માટે ઉતારેલ છે જેથી સદરહું જગ્યાએ પ્રોહી રેઇડ કરવાની હોય જેથી રસ્તે જતાં બે પંચો બોલાવી પંચો ને ઉપરોક્ત હકિકત ની સમજ કરી પંચો તથા પોલીસ સ્ટાફનાં માણસો સીદસર રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર આહિર કન્યા છાત્રાલય માધવ વિહાર સોસાયટીમાં પ્લોટ નંબર ૫૦ માં તપાસ કરતાં એક ઇસમ હાજર હોય તેનું નામઠામ પુછતાં પોતે પોતાનું *નામ વિક્રમ ઉર્ફે વિક્કી હરજીભાઇ જાંબુચા જા.કો.ઉ.વર્ષં.૨૮.રહે ધોધા જગાતનાકા શિવાજી સર્કલ પાસે બેઠેલાં પુલ પાસે પચ્ચાસ વારીયા પ્લોટ નંબર ૧૨/બી ભાવનગર વાળો હોવાનું* જણાવેલ મજકૂર ઇસમને સાથેરાખી તેનાં મકાનની ઝડતી તપાસ કરતાં બેડરૂમમાં નીચે અલગ અલગ પુઠ્ઠાની પેટીઓ તથા પ્લાસ્ટિક નાં વાયરના થેલાઓમા ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂઓની બોટલો જોવામાં આવતાં મજકુર પાસે આ ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખવાં બાબતે પાસ પરમીટ માંગતા નહીં હોવાનું જણાવતાં મજકુરના કબ્જાના મકાનનાં રૂમમાંથી નીચે જણાવેલ વિગતે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ *જેમાં જુદી-જુદી બ્રાન્ડની બોટલો નંગ ૧૦૬૮/- પેટી નંગ ૮૯/- જેની કુલ કિંમત રૂપિયા ૩,૨૦,૪૦૦/- તથા એક સેમસંગ કંપનીનો સાદો મોબાઇલ ફોન કિંમત રૂ ૫૦૦/- તથા ઇલેક્ટ્રીક બીલ કિંમત રૂ ૦૦/- મળી કુલ કિંમત રૂ ૩,૨૦,૯૦૦/- નાં મુદામાલ સાથે પકડાઇ જઇ મજકુર આરોપીએ પ્રોહી એક્ટ કલમ ૬૫,એ,ઈ,૧૧૬,બી,૮૧ મુજબ* ગુનો કરેલ હોય તેને નામદાર કોર્ટનાં માર્ગદર્શન મુજબ કોરોના રીપોર્ટ કરાવવાનો હોય જેથી તેને અત્રે વખતે ગુનામાં અટક નહીં કરતાં પોલીસ સ્ટેશનમાં નજર હેઠળ રાખવામાં આવેલ છે.તેમજ ભાવેશભાઇ સીહોર વાળો ઉપરોક્ત ઇંગ્લીશ દારૂનો જથ્થો આપી ગયેલ હોય તેને અટક કરવા પર બાકી રહેલ છે…

*આ કામગરીમાં ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ.જે.જે.રબારી સા તથા પો ઇન્સ.એસ.એમ.સોલંકી સા તથા સ્ટાફનાં હેડ કોન્સ. એસ.આર.રાણા તથા પો.કો.ઇરફાનભાઇ અગવાન તથા પો.કો.ભીખુભાઇ બુકેરા તથા પો.કો.નરેશભાઇ વાજા તથા પો.કો.અશોકભાઇ મકવાણા તથા પો.કો.રાહુલભાઇ કંટારીયા તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો જોડાયાં હતાં…*
રીપોર્ટર રાઠોડ ધવલ ભાવનગર

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલી શહેરમાં ચક્કરગઢ રોડ ઉપર સહજ હોલની નીચે જાહેરમાં ગે.કા. પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા ૮ ઇસમોને રોકડા રૂપીયા ૧૮,૨૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ

Thu Jul 30 , 2020
* મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં જુગારની બદીથી ઘણા પરીવારો આર્થીક નુકસાની ભોગવતા હોય આવા જુગારીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તેમજ સફળ રેઇડો કરી વધુ કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. કે.ડી.જાડેજા સા.ની […]
અમરેલી શહેરમાં ચક્કરગઢ રોડ ઉપર સહજ હોલની નીચે જાહેરમાં ગે.કા. પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા ૮ ઇસમોને રોકડા રૂપીયા ૧૮,૨૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ

You May Like

Breaking News