અમરેલી શહેરમાં ચક્કરગઢ રોડ ઉપર સહજ હોલની નીચે જાહેરમાં ગે.કા. પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા ૮ ઇસમોને રોકડા રૂપીયા ૧૮,૨૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ

* મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં જુગારની બદીથી ઘણા પરીવારો આર્થીક નુકસાની ભોગવતા હોય આવા જુગારીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તેમજ સફળ રેઇડો કરી વધુ કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. કે.ડી.જાડેજા સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા હરેશસિંહ પરમાર તથા પો.કોન્સ. નીલેશભાઇ ડાંગર તથા પૃથ્વીરાજસિંહ પરમાર તથા હિરેનસિંહ ખેર એ રીતેના પો.સ્ટે. હાજર હતા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે અમરેલી ચક્કરગઢ રોડ ઉપર સહજ મેરેજ હોલ નીચે પાર્કિંગમાં કેટલાક ઇસમો ગે.કા. પૈસા પાન વડે તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. જેથી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા આઠ ઇસમોને કુલ રોકડા રૂ.૧૮,૨૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
-: પકડાયેલ ઇસમો :-
(૧) લાલજીભાઇ હરીભાઇ સોજીત્રા (૨) ભોળાભાઇ હરીભાઇ પટેલ (૩) પ્રાણજીવનભાઇ ગોવિંદભાઇ ચાવડાગોર (૪) ચંદ્રેશભાઇ બાબુભાઇ ચાવડા (૫) હસમુખભાઇ ખીમજીભાઇ ટાંક (૬) નરેશભાઇ વલ્લભભાઇ ચાવડા (૭) જયરાજભાઇ બીચુભાઇ વાંક (૮) પ્રકાશભાઇ રણછોડભાઇ કાબરીયા

રિપોર્ટર નિલેષ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

વડીયા તાલુકાના ખાખરીયા ગામે વાડીએ આવેલ મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી

Fri Jul 31 , 2020
  અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા અમરેલી એલ.સી.બી. ટીમ* દ્વારા […]

You May Like

Breaking News