વડીયા તાલુકાના ખાખરીયા ગામે વાડીએ આવેલ મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી

 

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા અમરેલી એલ.સી.બી. ટીમ* દ્વારા વડીયા તાલુકાના ખાખરીયા ગામે આવેલ વાડીના મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડેલ છે.

ગઇ કાલ તા.૩૦/૦૭/૨૦૨૦ ના સાંજના સમયે વડીયા તાલુકામાં પેટ્રોલીંગ દરમ્‍યાન એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, ખાખરીયા ગામથી સ્મશાન તરફ જવાના રસ્તે ચાંપરાજભાઇ વલકુભાઇ બોઘરા તથા વિક્રમભાઇ વલકુભાઇ બોઘરા એમ બંને જણા પોતાની વાડીએ આવેલ મકાનમાં એકબીજાના મેળાપીપણામાં ગે.કા ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખે છે અને દારૂનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી વાડીએ રેઇડ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવેલ હતી.

*પકડાયેલ આરોપીઃ–*
ચાંપરાજભાઇ વલકુભાઇ બોઘરા, ઉં.વ.૪૦, રહે.ખાખરીયા, તા.વડીયા, જિ.અમરેલી.

*પકડાયેલ મુદ્દામાલઃ-*
ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૨૨, *કિં.રૂ.૬,૬૦૦/- નો મુદ્દામાલ.*

પકડાયેલ ઇસમ વિરૂધ્‍ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી, આરોપી તથા મુદ્દામાલ *વડીયા પોલીસ સ્‍ટેશન* માં સોંપી આપેલ છે અને હાજર નહીં મળી આવેલ આરોપી વિક્રમભાઇ વલકુભાઇ બોઘરાને હસ્‍તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરી *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર નિલેષ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

શિહોર ટાણા ચોકડી પાસેથી છોટા ઉદેપુર બસ માંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૯૬ કિ.રૂ.૨૮,૮૦૦/- નો મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Sun Aug 2 , 2020
*શિહોર ટાણા ચોકડી પાસેથી છોટા ઉદેપુર બસ માંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૯૬ કિ.રૂ.૨૮,૮૦૦/- નો મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ* ભાવનગર રેન્જ ભાવનગરના મ્હે.નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવ નગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ […]

You May Like

Breaking News