
“પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ફરજીયાત માસ્કની કાર્યવાહી.”
સરકાર શ્રી ના આદેશ અનુસાર પહેલી ઓગષ્ટથી માસ્ક પહેર્યા વગરના વાહનચાલકો ને રૂ. ૫૦૦/- નો દંડ ફટકારવાના નિયમનું ભચાઉ ટ્રાફિક પોલીસ દ્વારા કડકપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભચાઉ ચાર રસ્તા પાસે માસ્ક ન પહેરનારા ઘણા વાહનચાલકો દંડાયા.
પૂર્વ કચ્છ એસ. પી. અને ભચાઉ ડી. વાય. એસ. પી. દ્વારા આ બાબતે કોઈ પણ જાતની લાપરવાહી ન ચલાવી લેવા ખાસ સૂચના આપવામાં આવી છે.
માસ્ક વગરના ને દંડની કામગીરીમાં ભચાઉ પોલીસ સ્ટાફ અને ટી.આર.બી.ના જવાનો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી .
…… રિપોર્ટર અલ્પેશ પ્રજાપતિ ભચાઉ