પ્રેસનોટ પ્રજાની રક્ષાકાજે પરિજનોને છોડી ફરજ નિભાવનાર ટ્રાફિક ના ભાઈઓ અને બહેનો સાથે આમ આદમી પાર્ટીએ રક્ષાબંધન કાર્યક્રમ મનાવ્યો

Sharing is caring!

 

નવસારી : આગામી તારીખ 3-8-2020 ના સોમવારે પવિત્ર રક્ષાબંધન પર્વ ને નવસારી ખાતે દિન રાત સુધી ખડેપગે સેવા બજાવનાર ટ્રાફીક બ્રિગેડ ના ભાઈઓ – બહેનો ની સેવાની કદર કરી આમ આદમી પાર્ટી નવસારી જીલ્લા દ્વારા તેમને રાખી બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

તારીખ 3-8-2020 સોમવારે બપોરે 1.00 કલાકે જુની પાણીની ટાંકી પાસે સિલોટવાડ નવસારી ટ્રાફીક પોલીસ સ્ટેશન ખાતે આમ આદમી પાર્ટી નવસારી જીલ્લાના તમામના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહી પોતાની ફરજ અને લોકોની રક્ષા માટે તત્પર રહેનારા શેકડો ટ્રાફિકના ભાઈઓ અને બહેનોને કુમકુમ તિલક કરી, પેંડા ખવડાવી રાખી બાંધીને પરીજનોની ઓટ આવવા ન દઈ રક્ષાબંધન પર્વ નો કાર્યક્રમ માસ્ક પહેરી સોશીયલ ડિસ્ટન્સ સાથે રાખવામાં આવેલ હતો જે કાબીલે દાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તપસ્યા નારી સેવા સમિતિ ટ્રસ્ટના રિષીદા ઠાકુર અને ટીમ સુંદર સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે ટ્રાફિકના શેકડો ભાઈઓ અને બહેનો , નવસારી જીલ્લા આમ આદમી પાર્ટી ના હોદ્દેદારો અને કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહી રક્ષાબંધન પર્વ ને ધામધૂમથી ઉમેળકાભેર ઉજવવામાં આવ્યો હતો.
(રિપોર્ટર; અમિત વ્યાસ. ચીખલી/નવસારી.)

Leave a Reply

Your email address will not be published.

Next Post

શ્રાવણ માસ ના પવિત્ર દિવસ સોમવારે રક્ષાબંધન ના દિવસે ચીખલી તાલુકાના ચાસા ગામ માંથી ગૌરક્ષકો ની બાતમીના આધારે ચીખલી પીઆઇ ડી.કે પટેલ,જમાદાર નટવરસિંહ પરમાર તથા ચીખલી પોલીસ ના સ્ટાફ સાથે ગૌરક્ષકો સાથે મળી ચાસા ગામે રેડ કરતા ગૌવંશ નું માથું તથા અંદાજીત 25 થી 30 કિલો ગૌમાંસ મળી આવેલ છે.

Tue Aug 4 , 2020
Sharing is caring! શ્રાવણ માસ ના પવિત્ર દિવસ સોમવારે રક્ષાબંધન ના દિવસે ચીખલી તાલુકાના ચાસા ગામ માંથી ગૌરક્ષકો ની બાતમીના આધારે ચીખલી પીઆઇ ડી.કે પટેલ,જમાદાર નટવરસિંહ પરમાર તથા ચીખલી પોલીસ ના સ્ટાફ સાથે ગૌરક્ષકો સાથે મળી ચાસા ગામે રેડ કરતા ગૌવંશ નું માથું તથા અંદાજીત 25 થી 30 કિલો ગૌમાંસ […]

You May Like

Breaking News