જાફરાબાદ પો.સ્ટે.,વિસ્તારમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટનાં વિદેશી દારૂની હેરા-ફેરી કરતા કુલ કિ.રૂા.૭૭,૪૩૦/- ના મુદ્દામાલ સહીત એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

Sharing is caring!

 

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય સાહેબદ્વારા અમરેલી જીલ્લામાં પ્રોહી–જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, અને અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી સદંતર દુર કરવા અને પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે *એસ.ઓ.જી.* અમરેલીનાં *પો.સ.ઈ., એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી.ટીમ* જાફરાબાદ પો.સ્ટે, વિસ્તારમાં એ.ટી.એસ., કામગીરી અર્થે પેટ્રોલીંગમાં હતા દરમિયાન ચોક્કસ અને આઘારભુત બાતમી રાહે હકિકત મળેલ કે, જાફરાબાદ, ચોરા વિસ્તાર, હરસિધ્ધી માતાનાંમંદિર પાસે બારૈયા શેરીમાં રહેતો યોગેશ વિનોદભાઇ બારૈયા, ગેરકાયદેસર ભારતીય બનાવટનાં વિદેશી દારૂ પોતાનાં કબ્જામાં રાખી વેંચાણ કરે છે અને તે મોટર સાયકલમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની ડીલીવરી કરવા તેના ઘરેથી નિકળી ચોકમાં થઇ બસ સ્ટેન્ડ તરફ જવાનો છે તે દરમિયાન બસ સ્ટેશન તરફથી એક ઈસમ બાતમી વર્ણન વાળુ મોટર સાયકલ લઇ નિકળતા તેને રોકી ચેક કરતા મજકુર ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરા-ફેરી કરતા અને સગે-વગે કરવાની પેરવીમાં હોય, જે અન્વયે રેઈડ કરતા ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઈસમને પકડી પાડવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી
1⃣ યોગેશભાઇ વિનોદભાઇ બારૈયા, ઉ.વ.-૩૩, ધંધો-મજુરી, રહે. જાફરાબાદ, ચોરા વિસ્તાર, હર સિધ્ધી માતાજીના મંદીર પાસે, બારૈયા શેરી, તા.જાફરાબાદ જી.અમરેલી.

પકડવાના બાકી રહેલ ઈસમો
1⃣ રમેશભાઇ બાંભણીયા રહે. ગામ- દેલવાડા,તા.ઉના,જી.ગીર સોમનાથ,
2️⃣ મહેશભાઇ કથુભાઇ લાલુ રહે. ગામ- ડેડાણ,તા.ખાંભા,જી.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલ
ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાંડની બોટલો કુલ નંગ-૩૯, કિ.રૂા.૧૭,૪૩૦/- તથા મોટર સાયકલ નંગ-૧, કિ.રૂા.૩૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧, કિ.રૂા.૨૫,૦૦૦/- એમ કુલ *કિ.રૂા.૭૭,૪૩૦/-* નો પ્રોહી. મુદ્દામાલ કબ્જે કરેલ છે. મજકુર પકડાયેલ આરોપી વિરૂધ્‍ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ જાફરાબાદ પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે. તેમજ પકડવાનાં બાકી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતીમાન કરેલ છે.

તેમજ અન્ય *એક એસ.ઓ.જી.ટીમ* બગસરા પો.સ્ટે., વિસ્તાર પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, બગસરા-અમરેલી રોડ ઉપર આવેલ જુના કોળી વાસમા રહેતા કંચનબેન W/O અરવિંદભાઇ છનાભાઇ જીંઝુવાડીયા રહે.બગસરાવાળા પોતાના રહેણાક મકાને ગે.કા. દેશી પીવાના દારૂનુ વેચાણ કરે છે તેવી હકીકત મળતા સદરહું જગ્યાએ રેઇડ કરતા દેશી દારૂ આશરે ૬૫ લીટર મળી આવેલ હોય જે *૬૫, લીટર દારૂની કૂલ કિ.રૂા.૧૩૦૦/-* ગણી મુદ્દામાલ કબ્જે કરી મજકુર તેણી વિરૂધ્ધ બગસરા પો.સ્ટે.,માં ગુન્હો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી અર્થે સોંપી આપેલ છે.

આમ, *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. *પો.સ.ઈ.શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી.ટીમને* ભારતીય બનાવટના વિદેશી દારૂનાં જથ્થાના હેરા-ફેરી કરતા એક ઈસમને પકડી પાડવામાં તથા દેશી દારૂનું વેંચાણ કરનારને ઝડપી પાડવામા સફળતા મળેલ છે.
રિપોર્ટર નિલેષ પ્રજાપતિ અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

ચોરી ના મુદ્દા માલ સાથે બે આરોપીઓ ને ઝડપી પાડતી આગથળા પોલીસ...

Sat Aug 8 , 2020
Sharing is caring!બ્રેકીંગ… થરાદ આગથળા પોલીસ સ્ટેશન ના ઘરફોડ ચોરી ના આરોપી ઝડપાયો… ચોરી ના મુદ્દા માલ સાથે બે આરોપીઓ ઝડપી પાડતી આગથળા પોલીસ…… ઘરના પતરાં તોડી ઘરમાં થી ચાંદી ના તોડા અને રોકડ રકમ ની કરી હતી ચોરી… ચાંદી ના તોડા સહિત રોકડ મુદ્દા માલ સહિત ગણતરીના કલાકો માં […]

Breaking News