અમરેલી સહજાનંદ નગર શેરી નં.૨ માંથી ગે.કા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૨ કિ.રૂ.૪,૮૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ

Sharing is caring!

 

મ્હે.પોલીસ અધિક્ષકશ્રી *નિર્લિપ્ત રાય સાહેબ* તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ હાલમાં સાતમ આઠમનો તહેવાર શાંતિ પુર્ણ માહોલમાં પુર્ણ થાય તે માટે અમરેલી જીલ્લામાં દારૂ/જુગારની બદ્દીને ડામવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરવા માટે સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી કે.ડી.જાડેજા સા. તથા પો.સબ ઇન્સ. શ્રી ડી.બી.ચૌધરી સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ પરમાર તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર તથા આરીફખા ભોજવાણી એ રીતેના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે અમરેલી સહજાનંદ નગર શેરી નં.૨ માં રેઇડ કરી ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરતા એક ઇસમને એપીસોડ ગોલ્ડ વ્હિસ્કી ૭૫૦ મીલીની બોટલ નંગ-૧૨ સાથે કિ.રૂ.૪,૮૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી તેના વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

દારૂ સાથે પકડાયેલ ઇસમ
(૧) નીખીલ ઉર્ફે નીલ કાલાભાઇ ઉર્ફે કલ્પેશભાઇ કટારા ઉ.વ.૨૧ ધંધો.અભ્યાસ રહે.અમરેલી
(૨) હરેશભાઇ બાપલુભાઇ વાળા રહે.અમરેલી ( પકડવાનો બાકી)

પકડાયેલ મુદામાલ
(૧)એપીસોડ ગોલ્ડ વ્હિસ્કી ૭૫૦ મીલીની બોટલ નંગ-૧૨ કિ.રૂ.૪,૮૦૦/-

આ કામગીરી પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.ડી.જાડેજા તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.બી.ચૌધરી તથા અમરેલી સીટી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે
રિપોર્ટર નિલેષ પ્રજાપતિ અમરેલી

 

Leave a Reply

Your email address will not be published.

Next Post

ભાવનગર સીટી ઘોઘારોડ પોલીસની ટીમએ અલગ અલગ 05 (પાંચ) દરોડામાં શ્રાવણીયો જુગાર રમતા કુલ-23 શકુનીઓને રૂા.૧,૧૩,૫૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડેલ

Thu Aug 13 , 2020
Sharing is caring! ભાવનગર સીટી ઘોઘારોડ પોલીસની ટીમએ અલગ અલગ 05 (પાંચ) દરોડામાં શ્રાવણીયો જુગાર રમતા કુલ-23 શકુનીઓને રૂા.૧,૧૩,૫૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડેલ ભાવનગર રેંજના આઇ.જી.પી શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ તથા સીટી ડીવાયએસપી શ્રી મનીષકુમાર ઠાકર સાહેબના સીધા માર્ગદર્શન […]

You May Like

Breaking News