ગત તારીખ ૦૫-૦૮-૨૦૨૦ ના રોજ ગુજરાત ચૂંટણી પંચ દ્વારા તારીખ ૨૦-૦૮-૨૦૨૦ ના રોજ ગુજરાતની નગરપાલિકાઓમાં પ્રમુખ તથા ઉપપ્રમુખ ની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી જે ગઇકાલે કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટ બહુમતી હાંસિલ કરેલ છે

Sharing is caring!

ગત તારીખ ૦૫-૦૮-૨૦૨૦ ના રોજ ગુજરાત ચૂંટણી પંચ દ્વારા તારીખ ૨૦-૦૮-૨૦૨૦ ના રોજ ગુજરાતની નગરપાલિકાઓમાં પ્રમુખ તથા ઉપપ્રમુખ ની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી જે ગઇકાલે કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટ બહુમતી હાંસિલ કરેલ છે

 

આમ ભાજપ પાર્ટી પોતાની કારમી હાર જોઈ જતાં રાજકીય સતાનો દુરુપયોગ કરી સરમુખત્યારશાહી વલણ અપનાવીને થરાદ નગરપાલિકાની બીજા ટર્મની મહિલા અનામત પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી રદ કરાવી લોકશાહીનું હનન કર્યું છે જે બંધારણીય રીતે એક અપરાધ છે તો આ હિટલરશાહી માનસિકતા ધરાવતી ભાજપ પાર્ટી લોકશાહીનું સાચા અર્થમાં મૂલ્યોનું જતન કરે અને વહેલી તકે શાંતિપૂર્ણ રીતે પ્રત્યક્ષ અને સાચી લોકશાહીની દિશામાં ચૂંટણી યોજાય તે બાબતને ધ્યાનમાં રાખી થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા થરાદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ, કોંગ્રેસ આગેવાનોમાં થરાદ ધારાસભ્યશ્રી ગુલાબસિંહ રાજપુત સાહેબ, થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આંબાભાઈ સોલંકી, કોંગ્રેસ અગ્રણી ડી.ડી.રાજપુત, પુર્વ નગરપાલીકા પ્રમુખ પથુભાઈ રાજપુત, થરાદ શહેર પ્રમુખ બચુશા બાનવા, પ્રધાનજી ઠાકોર, પ્રવિણ વરણ, દશરથ શ્રીમાળી, નિલેશ પરમાર, ચમન બઢીયા, ઈન્દ્રેશ નાયક તથા દરેક હોદેદારો હાજર રહ્યા હતા……..

અહેવાલ થરાદ વિપુલભાઈ એસ

Leave a Reply

Your email address will not be published.

Next Post

ઇડર તાલુકાના બડોલી ગામે ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી.

Thu Aug 20 , 2020
Sharing is caring!ઇડર તાલુકાના બડોલી ગામે ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી. ગણેશ ચતુર્થી ને હવે ગણતરી ના જ દિવસો બાકી છે. અને સરકાર દ્વારા જાહેર સ્થળો પર ગણેશોત્સવ ઉજવવામાં નદીકે તળાવમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જ્યારે મોટાભાગે બજાર માં ગણેશજી ની મૂર્તિઓ પીઓપી માંથી બનેલી મળતી હોય છે […]

You May Like

Breaking News