ઇડર તાલુકાના બડોલી ગામે ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી.

Sharing is caring!

ઇડર તાલુકાના બડોલી ગામે ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી.

ગણેશ ચતુર્થી ને હવે ગણતરી ના જ દિવસો બાકી છે. અને સરકાર દ્વારા જાહેર સ્થળો પર ગણેશોત્સવ ઉજવવામાં નદીકે તળાવમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જ્યારે મોટાભાગે બજાર માં ગણેશજી ની મૂર્તિઓ પીઓપી માંથી બનેલી મળતી હોય છે .આ મૂર્તિઓ થી પર્યાવરણ ને નુકશાન થાય છે .એટલે હવે ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ નો ઉપયોગ કરવા સરકાર તેમજ અન્ય પર્યાવરણ ના શુભેચ્છક સંસ્થાઓ કહે છે.

ત્યારે ઇડર તાલુકાના બડોલી ગામ માં આવેલ શિવશક્તિ ગૃહ ઉધોગ દ્વારા સરકાર દ્વારા આપવા આવેલ કાળી માટી અને નાળિયેર ના રેશા માં થી ગણપતિ ની મૂર્તિઓ બનાવવા માં આવે છે . ગણેશોત્સવ દરમિયાન આ મહિલાગૃહ ઉદ્ધયોગ ની મૂર્તિઓ ગુજરાત ભર માં લઈ જવાતી હોય છે .વડોદરા ,રાજકોટ,મહેસાણા, અમદાવાદ, સુરત ,મોડાસા, તલોદ જેવા સ્થળે લોકો મૂર્તિ લેવા આવતા હોય છે .પરંતુ આ વર્ષે કોરોના ની મહામાળી ને લઇ ને ગણેશ ઉત્સવ બંધ રાખવામાં આવ્યો છે. ત્યારે આ મહિલા ગૃહ ઉદ્ધયોગ માં કામ કરતી મહિલાઓ ને આ વર્ષે કામ ન મળતાં નુકશાન થયું છે.

ત્યારે બડોલી ગામના શિવશક્તિ ગૃહ ઉધોગની મહિલાઓ દ્વારા પોતાના જીવન નિર્વાહ માટે આ વર્ષે નાની ગણેશજી ની મૂર્તિઓ તૈયાર કરવા માં આવી છે. જે સંપૂર્ણ ઇકોફ્રેન્ડલી છે .પોતાના ઘરે જ ડોલ કે ટબ માં આ મુર્તીનું વિસર્જન કરી શકાય છે . મહિલા ગૃહ ઉધોગ ના સંચાલક ઈન્દુસિંહ પૃથ્વી સિંહ રાઠોડ દ્વારા દરેક તહેવાર ને લગતી મૂર્તિઓ બનાવવામાં આવે છે .ઈન્દુસિંહ દિલ્હી સુધી પોતાની કલા ને બતાવી આવ્યા છે .ઇન્દુસિંહે જણાવ્યું હતું કે અમે દર વર્ષે 10 થી 12 ફૂટ સુધી ની ઊંચાઈ ની મૂર્તિઓ બનાવતા હતા.જેના થકી ગૃહ ઉધોગમાં કામકરનાર મહિલાઓ ને પૂરું વળતર મળતું હતું.પરંતુ આ વર્ષે કોરોના મહામારી ને લઇ ને સરકાર ના આદેશ મુજબ મૂર્તિઓ ઓછી અને નાની એક થી અઢી ફૂટ ની બનાવવા માં આવી છે .રોજીંદા ગ્રાહકોને આ મૂર્તિઓ આપવા માં આવે છે . આ મૂર્તિઓ ઇકોફ્રેન્ડલી છે .અને તે દરેક પોતાના ઘરે વિસર્જન કરી શકે તેમ હોઈ પ્રદુષણ નું જોખમ નથી.તેમજ સરકારશ્રી ના આદેશ પ્રમાણે પોતાના ઘરમાં ગણેશનીને સ્થાપના કરી ભક્તિ પૂર્વક દાદાનો આ ઉત્સવ ઉજવી શકાય તેમ છે.
અને મૂર્તિ ના વેચાણ થકી ગૃહ ઉધોગમાં કામકરનાર ના પરિવારોને રોજી રોટી પણ મળી રહે તેમ છે.
બ્યુરો…. રિપોર્ટ… ઈડર…

Leave a Reply

Your email address will not be published.

Next Post

લાઠી તાલુકાનાં હરસુરપુર દેવળીયા ગામેથી જુગાર રમતા ૧૦ (દશ) ઇસમોને રોકડ રકમ સહિત કુલ કિ.રૂા.૨૯,૩૭૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

Fri Aug 21 , 2020
Sharing is caring! લાઠી તાલુકાનાં હરસુરપુર દેવળીયા ગામેથી જુગાર રમતા ૧૦ (દશ) ઇસમોને રોકડ રકમ સહિત કુલ કિ.રૂા.૨૯,૩૭૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગ, ભાવનગર* નાઓ દ્વારા તા.૨૧/૮/૨૦૨૦ થી તા.૩૧/૮/૨૦૨૦ સુઘી પ્રોહી. જુગાર અંગેની સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંઘાને […]

You May Like

Breaking News