લાઠી તાલુકાનાં હરસુરપુર દેવળીયા ગામેથી જુગાર રમતા ૧૦ (દશ) ઇસમોને રોકડ રકમ સહિત કુલ કિ.રૂા.૨૯,૩૭૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

Sharing is caring!

લાઠી તાલુકાનાં હરસુરપુર દેવળીયા ગામેથી જુગાર રમતા ૧૦ (દશ) ઇસમોને રોકડ રકમ સહિત કુલ કિ.રૂા.૨૯,૩૭૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગ, ભાવનગર* નાઓ દ્વારા તા.૨૧/૮/૨૦૨૦ થી તા.૩૧/૮/૨૦૨૦ સુઘી પ્રોહી. જુગાર અંગેની સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંઘાને *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓ જીલ્‍લામાંથી જુગારની બદીને સદંત્તર દુર કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, અને આવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે આજરોજ તા.૨૧/૦૮/૨૦૨૦ નાં લાઠી પો.સ્ટે., વિસ્તારમાં પ્રોહી.-જુગાર અન્વયે પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે, લાઠી તાલુકાનાં હરસુરપુર દેવળીયા ગામનાં પ્રદિપભાઇ ઉર્ફે પદુ વિઠ્ઠલભાઇ સોજીત્રા નાં રહેણાંક નાં ડેલા પાસે શેરીમાં સ્ટ્રીટ લાઇટનાં અજવાળે કેટલાક ઈસમો પૈસા પાના વડે તીન પતી નામનો હાર-જીતનો જુગાર રમે છે. તેવી ચોક્કસ બાતમી આધારે *અમરેલી એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમે* બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા દશ ઈસમોને જુગાર રમતા ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમો
1️⃣ મહેશભાઇ લાલજીભાઇ બુહા, ઉવ.-૪૪, ઘઘો-મજુરી, રહે. હરસુરપુર દેવળીયા, જુનુગામ તા.લાઠી જી.અમરેલી.
2️⃣ ભગવાનભાઇ ઉર્ફે ભગાભાઇ રણઠોડભાઇ રાઠોડ, ઉવ.૪૦, ધંધો.મજુરી,
3️⃣ નટુભાઇ રણછોડભાઇ રાઠોડ, ઉવ.૩૫, ધંધો.રીક્ષા ચલાવવાનો
4️⃣ જતીનભાઇ ભરતભાઇ દસુકવાડીયા, ઉવ.-૨૦, ઘંઘો-ખેતી
5️⃣ ભુપતભાઇ શંભુભાઇ ડાભી, ઉવ.-૪૮, ઘંઘો-રીક્ષા ચલાવવાનો
6️⃣ કાળુભાઇ વલ્લભભાઇ ઘરજીયા, ઉવ.-૩૫, ઘંઘો-ખેતી
7️⃣ વિશાલભાઇ રાજુભાઇ માંડલીયા, ઉવ.-૨૫, ઘંઘો-ખેતી
8️⃣ ગોરઘનભાઇ રણછોડભાઇ રાઠોડ, ઉવ.-૫૨, ઘંઘો-મજુરી
9️⃣ જયંતી ઉર્ફે ટકો નાનજીભાઇ ભીમાણી, ઉવ.-૩૫, ઘંઘો-ખેતી
1️⃣0️⃣ ભરતભાઇ વલ્લભભાઇ ઘરજીયા, ઉવ.-૪૨, ઘંઘો-ખેતી રહે. તમામ હરસુરપુર દેવળીયા, તા.લાઠી, જી.અમરેલી

પકડાયેલ મુદામાલઃ-
મજકુર પકડાયેલ દશેય ઇસમો લાઠી તાલુકાનાં હરસુરપુર દેવળીયા ગામનાં પ્રદિપભાઇ ઉર્ફે પદુ વિઠ્ઠલભાઇ સોજીત્રા નાં રહેણાંક નાં ડેલા પાસે શેરીમાં સ્ટ્રીટ લાઇટનાં અજવાળે કેટલાક ઈસમો પૈસા પાના વડે તીન પતી નામનો હાર-જીતનો જુગાર રમતા કુલ રોકડ રકમ *રૂા.૧૭,૩૭૦/-* તથા મોબાઇલ ફોન નંગ-૯, *કિ.રૂા.૧૨,૦૦૦/-* ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિ.રૂા.૦૦/- એમ કુલ *કિ.રૂા.૨૯,૩૭૦/-* નો મુદામાલ સાથે ઝડપી પાડેલ, મજકુર પકડાયેલ દશેય ઈસમો વિરૂધ્ધ લાઠી પો.સ્ટે., માં ગુન્હો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.

આમ, *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *એસ.ઓ.જી.* અમરેલીનાં *પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી.ટીમ* ને જુગાર રમતા દશ ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
રીપોર્ટર કલ્પેશ પ્રજાપતિ અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

તાલુકાના પાસવી ગામ પાસેથી અતુલ રીક્ષા માંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ જથ્થો દારૂની બોટલ નંગ-૮૪ કિ.રૂ. ૨૫,૨૦૦/- તથા રીક્ષા મળી કુલ કિ.રૂ.૧,૨૫,૨૦૦/-નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

Sat Aug 22 , 2020
Sharing is caring!   ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબે તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ. જે સુચના […]

You May Like

Breaking News