ચોટીલામાં રામ-રહીમ ફાઉન્ડેશન અને સામાજીક વનીકરણ રેન્જ ચોટીલાના સયુંક્ત ઉપક્રમે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો.

Sharing is caring!

ચોટીલામાં રામ-રહીમ ફાઉન્ડેશન અને સામાજીક વનીકરણ રેન્જ ચોટીલાના સયુંક્ત ઉપક્રમે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો.

ચોટીલા ને હરીયાળું બનાવવા અને લોકો માં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુથી રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા અને સામાજીક વનીકરણ રેન્જ ચોટીલા ના સંયુક્ત ઉપક્રમે ચોટીલા શહેર તથા ગ્રામ્ય વિસ્તાર ના લોકો માટે વિનામૂલ્યે ફલાળુ તથા છાંયો આપે તેવા રોપા વિતરણ કરવામાં આવ્યા હતા. ચામુંડા રોડ પર યોજાયેલ આ રોપા વિતરણ કાર્યક્રમ માં નીલગીરી, દાડમ, જાંબુડો, ગુલમહોર, પેલ્ટફામ, વાંસ, શરૂ, કણજી, અવન સવન, કરંજ જેવા અલગ અલગ પ્રકાર ના ૩૫૦૦ રોપાઓ નું સામાજીક રેન્જ આર.એફ.ઓ. નિહારિકાબેન પંડ્યા, બીટ ગાર્ડ પ્રવીણભાઈ યાદવ, ચોટીલાના યુવા કાર્યકર જય શાહ, રામ રહીમ ફાઉન્ડેશન ના પ્રમુખ મોહસીનખાન ડી. પઠાણ ના હસ્તે રોપા વિતરણ કરવામાં આવ્યા હતા.
હાલ ચોમાસાની ઋતુ ચાલુ છે. અને વૃક્ષ વાવવા માટે આ સમય યોગ્ય છે. આ બાબત ની નોંધ લઈ લોકો પોતાના ઘરના ફળીયામાં, શેરી કે શોસાયટી ના વધુ ને વધુ વૃક્ષો વાવે તે માટેઆ ફ્ળાઉ તથા છાયો આપે તેવા રોપા વિતરણ કરવામાં આવ્યા હતી. આ કાર્યક્રમમાં લોકો માં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતી. સવારે ૮ વાગ્યે શરૂ થયેલુ રોપા વિતરણ માં ૧૧ વાગ્યા સુધીમાંજ ૨૫૦૦ જેટલા રોપ રોપાનું વિતરણ થઈ ગયા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા રામ રહીમ ફાઉન્ડેશન ના ઉપ પ્રમુખ મેહુલભાઈ ખંધાર, વિજયભાઈ ચાવડા, વિરમભાઈ ડાંગર, રોનકભાઈ બોડાણા, નિરાલીબેન ચૌહાણ, પાયલબેન મોરી, જ્યોતિબેન સિતાપરાએ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ કોશીયા દિનેશ

Leave a Reply

Your email address will not be published.

Next Post

તા.૦૧-૦૯-૨૦૨૦* લીલીયા - ક્રાકચ ચોકડી પરથી કારમાં દેશી દારૂની હેરા-ફેરી કરતા બે ઇસમોને કુલ કિં.રૂ.૧,૭૭,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

Tue Sep 1 , 2020
Sharing is caring!   અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે *ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ.શ્રી. આર.કે. કરમટા તથા પો.સ.ઇ. શ્રી પી.એન. મોરી નાઓની […]

You May Like

Breaking News