સાવરકુંડલા રૂરલ પો.સ્ટે., વિસ્તારમાંથી દેશી બનાવટી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* નાઓએ જીલ્લામાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને એસ.ઓ.જી.ના *પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી.ટીમ* એ.ટી.એસ.ચાર્ટર લગત સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, નાના ભમોદ્રા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ રેલ્વે ફાટક પાસે એક માણસ પોતાની પાસે ગેરકાયદેસર હથીયાર (અગ્નિશસ્ત્ર) રાખી ઉભો છે. અને કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા દેશી બનાવટી જામગરી બંદુક *(અગ્નિશસ્ત્ર હથિયાર)* સાથે એક ઈસમને ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપી
1️⃣રહેમાનભાઇ હાજીભાઇ લાડક, ઉવ.૪૫, ધંધો-મજુરી, રહે.મુળ ગામ-દિલાવરનગર, તા.વંથલી જી.જુનાગઢ હાલ રહે.– અમૃતવેલ ગામની સીમમાં, રેલ્વે ફાટક પાસે આવેલ દંગામાં, તા.સાવરકુંડલા, જી.અમરેલી.

કબ્જે કરેલ મુદ્દામાલ
મજકુર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી દેશી હાથ બનાવટી જામગરી બંદુક *(અગ્નિશસ્ત્ર હથિયાર)* કિ.રૂા.૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

આમ, *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. *પો.સ.ઇ., શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી. ટીમ* ને દેશી હાથ બનાવટી જામગરી બંદુક *(અગ્નિશસ્ત્ર હથિયાર)* સાથે એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટ નિલેશ પ્રજાપતિ અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

દહેગામ તાલુકાના રખીયાલ ગામે છેલ્લા દશ દિવસથી એક વાંદરએ આંતક મચાવ્યો હતો

Tue Sep 22 , 2020
દહેગામ તાલુકાના રખીયાલ ગામે છેલ્લા દશ દિવસથી એક વાંદરએ આંતક મચાવ્યો હતો રખીયાલ સ્ટેશન વિસ્તારમાં ઘરની બહાર બેસેલા વ્યકીતઅોો ને હડકાયો વાંદરો અચાનક આવીને કોઇને હાથના અને ૫ગના ભાગે બચકુભરી રફુચકર થઇ જતો હતો ઘણા સમયથી આ હડકાયો વાંદરો દશ થી બાર જેટલા વ્યકિત અોને કરડતા રખીયાલના સામુહીક અારોગ્યકેન્દ્રમાં હડકવાના […]

You May Like

Breaking News