અપહરણ તથા પોક્સોના અનડીટેકટ ગુન્હામાં નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને હાલોલ જી.પંચમહાલ મુકામેથી શોધી લાવી સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને રોકડ રકમ આપી તેની કામગીરીને બિરદાવતા સીટી પી.આઇ જે.જે.ચૌધરી સાહેબ

Sharing is caring!

મ્હે.પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબે નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારની માહિતી મેળવી ગુમ-અપહરણ થયેલ ઇસમોને શોધી કાઢવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર જે.જે.ચૌધરી સાહેબે પોલીસ સ્ટેશનમાંથી કર્મચારીઓની પસંદગી કરી એક ટીમ બનાવી અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.ન ૧૧૧૯૩૦૦૩૨૦૧૪૧૧ IPC કલમ-૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ-૧૮ મુજબના આરોપી લાલજી ઉર્ફે લાલો ઉર્ફે બાદલ રવજીભાઇ માલકીયા રહે.અમરેલી વાળાને તથા ભોગ બનનારને શોધી કાઢવા હેઙ.કોન્સ બી.એમ.વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ લાલજીભાઇ ખેરની પસંદગી કરી તેઓને પંચમહાલ જીલ્લાના હાલોલ મુકામે આરોપી તથા ભોગ બનનારની તપાસ કરવાં મોકલેલ જેઓએ પંચમહાલ જીલ્લાના હાલોલ મુકામે જઇ હકિકત મેળવી એશીયન ગ્રીન સોસાયટીમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા આરોપી તથા તેની દિકરી ઉ.વ.૧૦ તથા ભોગ બનનારને શોધી કાઢી રાઉન્ડ અપ કરી અમરેલી ખાતે લઇ આવી પરીણામ લક્ષી કામગીરી કરેલ જે કામગીરીથી ખુશ થઇ અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.જે.ચૌધરી સાહેબ દ્રારા સરાહનીય કામગીરી કરવાં બદલ હેઙ.કોન્સ બી.એમ.વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ લાલજીભાઇ ખેરને રોકડ રકમ આપી તેમની કામગીરીને બિરદાવી હતી. અને બીજા સ્ટાફ પણ આવી સારી કામગીરી કરે તે માટે પ્રોત્સાહન આપેલ છે.

રિપોર્ટ નિલેશ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા અમરેલી

 

Leave a Reply

Your email address will not be published.

Next Post

છેલ્લાં બે વર્ષથી અપહરણ તથા પોકસો. ના ગુન્હામાં નાસતાં ફરતાં લીસ્ટેડ આરોપીને ભોગબનનાર સાથે પાલનપુર થી શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

Tue Oct 6 , 2020
Sharing is caring!   અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય* સાહેબે અમરેલી જીલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માટે તા.૦૧/૧૦/૨૦૨૦ થી તા.૧૫/૧૦/૨૦૨૦ સુધીની ખાસ ડ્રાઇવ રાખેલ હોય તેમજ નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તથા ગૂમ અપહરણ થયેલ ઇસમો ને શોધી કાઢી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ […]

You May Like

Breaking News