છેલ્લાં બે વર્ષથી અપહરણ તથા પોકસો. ના ગુન્હામાં નાસતાં ફરતાં લીસ્ટેડ આરોપીને ભોગબનનાર સાથે પાલનપુર થી શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

Sharing is caring!

 

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય* સાહેબે અમરેલી જીલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માટે તા.૦૧/૧૦/૨૦૨૦ થી તા.૧૫/૧૦/૨૦૨૦ સુધીની ખાસ ડ્રાઇવ રાખેલ હોય તેમજ નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તથા ગૂમ અપહરણ થયેલ ઇસમો ને શોધી કાઢી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબના* ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો. કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે *રાજુલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૨૫/૨૦૧૮ IPC ૩૬૩, ૩૬૬ તથા પોકસો કલમ-૧૮ વિ.* મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને ભોગ બનનાર સાથે પાલનપુર મુકામેથી પકડી પાડેલ છે.

✳️ *પકડાયેલ આરોપીઃ-*
➡️ *રાહુલભાઇ ચીમનભાઇ ચૂડાસમા (દે.પૂ.) ઉ.વ.આશરે-વીસ વર્ષ ધંધો-મજુરી રહે-મૂળગામ-રાજુલા ઠે.મફતપરા વડલી જવાના કેડે તા.રાજુલા જી.અમરેલી હાલ રહે.-પાલનપુર ઠે.લક્ષ્મણ ટેકરી કલ્યાણ સોસાયટી તા.પાલનપુર જી.બનાસકાંઠા* વાળો તા.૦૬/૧૦/૨૦૨૦ ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા રાજુલા પોલીસ ને સોંપવા તજવીજ કરેલ.

આમ,શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી દ્વારા છેલ્લાં બે વર્ષથી અપહરણ તથા પોકસો. ના ગુન્હામાં નાસતાં ફરતાં લીસ્ટેડ આરોપીને ભોગબનનાર સાથે બનાસકાઠાં જીલ્લાના પાલનપુર ગામેથી પકડી પાડેલ છે.

રિપોર્ટર નિલેષ પ્રજાપતિ અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

બી.આર.ટી.એસ બસના ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો

Tue Oct 6 , 2020
Sharing is caring! ડ્રાઈવરે અનેક મુસાફરોના જીવ બચાવ્યા સ્થાનિક અહેવાલો મુજબ, વેસુ બીઆરટીએસ બસ ડેપો પાસે રહેતા અને મૂળ અમરેલીના અશોક માઘડ બીઆરટીએસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. શનિવારે સાંજે તે સોમેશ્વરાથી અમેઝિયા રૂટ માટે બસ લઈને નીક્ળો હતો. આ દરમિયાન વીઆઈપી રોડ શ્યામ મંદિર પાસે અલથાણ તરફ જતા તેની […]

Breaking News