બી.આર.ટી.એસ બસના ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો

Sharing is caring!

ડ્રાઈવરે અનેક મુસાફરોના જીવ બચાવ્યા
સ્થાનિક અહેવાલો મુજબ, વેસુ બીઆરટીએસ બસ ડેપો પાસે રહેતા અને મૂળ અમરેલીના અશોક માઘડ બીઆરટીએસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. શનિવારે સાંજે તે સોમેશ્વરાથી અમેઝિયા રૂટ માટે બસ લઈને નીક્ળો હતો. આ દરમિયાન વીઆઈપી રોડ શ્યામ મંદિર પાસે અલથાણ તરફ જતા તેની તબિયત બગડી ગઈ. છાતીમાં દુઃખાવાની ફરિયાદ થતા અશોકે બસને સાઈડમાં ઊભી રાખીને તાત્કાલિક તમામ મુસાફરોને નીચે ઉતારી દીધા.
આ બાદ અશોકે પોતાના સુપરવાઈઝરને છાતીમાં દુઃખાવો થવા અંગેની જાણ કરી અને બસમાં જ સૂઈ ગયો. આ બાદ સુપરવાઈઝર 108ને જાણ કરી અને મદદ લઈને ત્યાં પહોંચે તે પહેલા જ ડ્રાઈવર અશોકનું મોત થઈ ગયું હતું. બનાવની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. હાલમાં ડ્રાઈવરનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું પ્રાથમિક તારણ દ્વારા જાણવા માં આવેલ છે.
રિપોર્ટર નિલેષ પ્રજાપતિ અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલાયો

Tue Oct 6 , 2020
Sharing is caring! અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલાયો . એલ.સી.બી. દ્વારા ૪ ઇસમોને ચોરીના ૨૩ મોટર સાયકલ , કિં.રૂ .૪,૬૬,૫૦૦ ના મુદામાલ સાથે તથા એસ.ઓ.જી. દ્વારા ર ઇસમોને ચોરીના ૬ મોટર સાયકલો , કિં.રૂ .૯૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા . ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. […]

You May Like

Breaking News