મધ્યપ્રદેશ રાજ્યનાં ઘાર જીલ્લાનાં અમજેરા પોલીસ સ્ટેશનનાં ઘાતકી હત્યાનાં, ગુન્હાનાં બે (૨) આરોપીઓને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

Sharing is caring!

 

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય સાહેબનાઓએ* ઉપરોક્ત ખુનનાં ગુન્‍હાંનાં આરોપીઓ સબંઘે અભ્યાસ કરી, ખુન જેવા ગંભીર પ્રકારના ગુન્‍હાનાં આરોપીઓ ગુજરાત રાજ્યમાં અલગ-અલગ જીલ્લામાં ખુલ્લેઆમ ફરતા હોય જે આરોપીઓને પકડી પાડવા અમરેલી *એસ.ઓ.જી. પો.સ.ઈ. એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી.ટીમને* જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એસ.ઓ.જી, પોલીસની અલગ-અલગ ટીમો બનાવી અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવતાં અમરેલી જીલ્લાનાં આજુ-બાજુના સીમ-ખેતર વાડી વિસ્તારમાં રહેતા તમામ પરપ્રાંતીય મજુરો અંગે તપાસ કરી અજાણ્યા આરોપીને શોધી કાઢવા સદ્યન પ્રયત્‍નો હાથ ધરવામાં આવેલ, જે તપાસ દરમિયાન અંગત બાતમીદાર તથા ટેક્નીકલ સોર્સ મારફતે જાણવા મળેલ કે, મધ્યપ્રદેશ રાજ્યનાં ઘાર જીલ્લાનાં અમજેરા પોલીસ સ્ટેશનના ગુન્‍હામાં સંડોવાયેલ બન્ને ઇસમો અમરેલી જીલ્લાનાં રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારનાં રૂખડ ભગતની વાવડી ગામના બસ સ્ટેશન પાસે શંકાસ્પદ હાલતમાં ત્યાં ઉભા હોય જેઓના નામઠામ તેમજ અન્ય પુછપરછ કરતા ગલ્લા તલ્લા મારી કોઇ ચોકકસ ફળદાયક હકિકત જણાવતા ન હોય, જેથી બંન્ને ઇસમોને હસ્તગત કરી એસ.ઓ.જી. કચેરી-અમરેલી ખાતે લાવી બંન્ને ઈસમોની યુકિત-પ્રયુકિતથી આગવી ઢબે પુછપરછ કરતા બન્ને ઈસમો ભાંગી પડેલ અને ઉપરોક્ત ગુન્હો પોતે તથા પોતાનાં પિતાએ મળી આજથી સાતેક માસ પહેલા અંજામ આપેલ છે અને હાલ તેનાં પિતા આ ગુન્હાનાં કામે જેલમાં છે અને મજકુર બન્ને ઈસમો પોલીસની બીકનાં કારણે અહી અમરેલી જીલ્લા તરફ મજુરી કામ કરવા માટે આવતા રહેલ અને પોતાના જ મોટા બાપુની હત્યા કર્યા અંગેની ચોંકાવનારી કબુલાત આપેલ હતી.

 

ગુન્હાની હકિકત

આજથી સાતેક માસ પહેલા મજકુર પકડાયેલ બન્ને ઈસમો પોતાનાં વતનમાં કબાડકુવા, અમજેરા, જી.ઘાર, રાજ્ય મધ્યપ્રદેશમાં હતા અને તે સમયગાળા દરમિયાન પોતાના મોટા બાપુ રાજારામ સાથે પોતાને તેમજ પોતાના પિતાને જમીન બાબતે અવાર-નવાર બોલાચાલી થતી હોય તે બાબતનું મનદુ:ખ રાખી પોતાના મોટાબાપુ રસ્તામાં મળતા મજકુર પકડાયેલ બન્ને ઈસમો તથા તેનાં પિતા સીતારામ એમ ત્રણેયએ મળીને લાકડીના ઘા મારી ઈજાઓ કરી મોત નિપજાવી ત્યાંથી પોલીસનાં ડરનાં કારણે ભાગી ગયેલ અને ગુજરાતમાં આવી અલગ-અલગ જગ્યાએ રહી છુટક મજુરી કામ કરતા હોવાની હકિકત પુછપરછ દરમિયાન કબુલાત કરેલ છે. જે અનુસંઘાને કબાડકુવા, અમજેરા, જી.ઘાર, રાજ્ય મધ્યપ્રદેશ સંપર્ક કરી ઝીણવટભરી રીતે તપાસ કરતા મજકુર વિરૂધ્ધ *મધ્યપ્રદેશ રાજ્યનાં ઘાર જીલ્લાનાં અમજેરા પો.સ્ટે,માં ગુન્હા નં.-૦૧૦૫/૨૦૨૦, IPC કલમ-૩૪૧, ૨૯૪, ૩૦૨, ૩૨૩, ૫૦૬, ૩૪ મુજબ* ગુન્હો રજીસ્ટર છે.

 

પકડાયેલ આરોપીઓ

1⃣ મહેશ સીતારામ અજનાર ઉ.વ.-૨૩ ઘંઘો-મજુરી રહેવાસી – કબાડકુવા, અમજેરા, જી.ઘાર રાજ્ય મધ્ય પ્રદેશ (ભારત)

2⃣ મનિષ સીતારામ અજનાર ઉવ.-૧૯ ઘંઘો-મજુરી, રહે. બન્ને કબાડકુવા, અમજેરા, જી.ઘાર રાજ્ય મધ્ય પ્રદેશ (ભારત)

 

આમ, *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ*, નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. *પો.સ.ઈ.શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી.ટીમને* મધ્યપ્રદેશ રાજ્યનાં ઘાર જીલ્લાનાં અમજેરા પોલીસ સ્ટેશનનાં ઘાતકી હત્યાનાં, ગુન્હાનાં બે (૨) આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. મજકુર પકડાયેલ બન્ને ઈસમોને આગળની ઘટતી કાર્યવાહી અર્થે મધ્યપ્રદેશ રાજ્યનાં ઘાર જીલ્લાનાં અમજેરા પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવેલ છે.

રિપોર્ટર નિલેષ પ્રજાપતિ અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

રાજકોટ મધ્યસ્‍થ જેલમાંથી પેરોલ રજા પરથી છુટી ફરાર થઇ ગયેલ કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

Fri Oct 9 , 2020
Sharing is caring!     અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ જેલમાંથી પેરોલ/ફર્લો અને વચગાળાના જામીન ઉપરથી છુટી ફરાર આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી જેલ હવાલે કરવા અમરેલી જીલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે *અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી. આર. કે. […]

You May Like

Breaking News