રાજકોટ મધ્યસ્‍થ જેલમાંથી પેરોલ રજા પરથી છુટી ફરાર થઇ ગયેલ કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

Sharing is caring!

 

 

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ જેલમાંથી પેરોલ/ફર્લો અને વચગાળાના જામીન ઉપરથી છુટી ફરાર આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી જેલ હવાલે કરવા અમરેલી જીલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે *અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી. આર. કે. કરમટા તથા પો.સ.ઇ. શ્રી પી. એન. મોરી તથા એલ.સી.બી. ટીમે* ચોક્કસ બાતમી મેળવી *અમરેલી તાલુકા પો.સ્ટે. પ્રોહી ફ.ગુ.ર.નં. ૯૮/૨૦૧૩, ઇ.પી.કો. કલમ ૩૭૬, તથા પોકસો એકટ ક. ૪ વિ. મુજબ* ના ગુન્‍હાનાં કામે સજા ભોગવતા અને રાજકોટ મધ્યસ્‍થ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટી ફરાર થઇ ગયેલ પાકા કામનાં કેદીને અમરેલીમાંથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.

ગુન્‍હાની વિગત

અમરેલી તાલુકા પો.સ્ટે. પ્રોહી ફ.ગુ.ર.નં. ૯૮/૨૦૧૩, ઇ.પી.કો. કલમ ૩૭૬, તથા પોકસો એકટ ક. ૪ વિ. મુજબનાં કામે આરોપી પંકજ ઉર્ફે પુના ભીખાભાઇ પાટડીયા રહે.અમરેલી, રોકડીયાપરા વાળાને નામ. સ્‍પેશ્‍યલ પોકસો કોર્ટ, અમરેલી નાઓએ સને ૨૦૧૪ માં ૧૦ વર્ષની કેદ, તથા રૂ.૫૦,૦૦૦/- નોં દંડની સજા કરેલ હતી અને મજકુર આરોપી રાજકોટ મધ્‍યસ્‍થ જેલ ખાતે સજા ભોગવતો હતો. નામ.ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ નાઓનાં મીસ.ક્રિમી.એપ્‍લી. નં. ૩૪/૨૦૨૦ તા.૨૧/૦૭/૨૦૨૦ આધારે મજકુર કેદીને તા.૨૯/૦૭/૨૦૨૦ થી દિન – ૧૫ ની પેરોલ રજા મંજુર કરવામાં આવેલ. મજકુર કેદીને તા.૧૪/૦૮/૨૦૨૦ નાં રોજ રાજકોટ મધ્‍યસ્‍થ જેલ પરત થવાનું હતુ પરંતુ મજકુર કેદી જેલમાં હાજર થવાનાં બદલે ફરાર થઇ ગયેલ હતો.

 

પકડાયેલ આરોપી

પંકજ ઉર્ફે પુનો ભીખાભાઇ પાટડીયા, ઉ.વ.૩૨, રહે.અમરેલી, રોકડીયાપરા વાળાને તા.૦૯/૧૦/૨૦૨૦ નાં હસ્‍તગત કરી, રાજકોટ મધ્‍યસ્‍થ જેલ હવાલે મોકલી આપવા કાર્યવાહી કરેલ છે.

 

આ કામગીરી *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. આર. કે. કરમટા, તથા પો.સ.ઇ. શ્રી પી.એન. મોરી અને એલ.સી.બી.ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટ નિલેશ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

તા.૧૪/૧૦/૨૦૨૦ :- અમરેલી ભીડભંજન મહાદેવના મંદિર સામે ‘‘પુષ્ટી વડાપાઉં’’ દુકાનની પાસે મોબાઇલ ઉપર ઓનલાઇન આઇ.ડી વડે પોતાના આર્થિક ફાયદા સારૂ ક્રિકેટ મેચનો ઓન લાઇન હારજીતનો સટ્ટો રમતા એક ઇસમને રોકડા રૂ.૧૪,૧૫૦/- મળી કુલ રૂ.૫૯,૧૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ

Wed Oct 14 , 2020
Sharing is caring! -: તા.૧૪/૧૦/૨૦૨૦ :- અમરેલી ભીડભંજન મહાદેવના મંદિર સામે ‘‘પુષ્ટી વડાપાઉં’’ દુકાનની પાસે મોબાઇલ ઉપર ઓનલાઇન આઇ.ડી વડે પોતાના આર્થિક ફાયદા સારૂ ક્રિકેટ મેચનો ઓન લાઇન હારજીતનો સટ્ટો રમતા એક ઇસમને રોકડા રૂ.૧૪,૧૫૦/- મળી કુલ રૂ.૫૯,૧૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ મ્હે.પોલીસ અધિક્ષક શ્રી *નિર્લિપ્ત […]

You May Like

Breaking News