વાવ તાલુકાના કારેલી ગામડીના અંદાજે ૧૧ ખેડુતોના ખેતરમાં જેટકો કંપની દ્વારા ખેડુતોની પરવાનગી વિના વીજ પોલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને ખેડુતોના ખેતરમાં ઉભેલા ચોમાસુ પાક ઉપર જેસીબી મશીન ફેરવી પાકને રફેદફે કરી દેવાયો હતો

Sharing is caring!

વાવ તાલુકાના કારેલી ગામડીના અંદાજે ૧૧ ખેડુતોના ખેતરમાં જેટકો કંપની દ્વારા ખેડુતોની પરવાનગી વિના વીજ પોલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને ખેડુતોના ખેતરમાં ઉભેલા ચોમાસુ પાક ઉપર જેસીબી મશીન ફેરવી પાકને રફેદફે કરી દેવાયો હતો જેની મીડીયા તંત્ર નોંધ લેતા વાવના મહીલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ખેડુતોના ખેતરની જાત મુલાકાત લઈ કામને અટકાવી દીધુ હતુ. પરંતુ ત્યારબાદ ફરી કંપનીએ પોલીસ પ્રોટેક્શન સાથ કામ કરી દેતાં ખેડુતોએ આ બાબતની જાણ વાવ – થરાદના બંને ધારાસભ્યોને કરતા ગતરોજ તા.૧૩/૧૦/ર૦ર૦ ના રોજ વાવના મહીલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત, કે.પી.ગઢવી, દુધાજી રાજપુત સહીત કોંગ્રેસ અગ્રણી અને કારેલી ગામડીના ખેડુતોએ વાવ મામલતદાર કે.કે.ઠાકોર આગળ રજુઆત કર્યા બાદ ખેડુતોના હીત માટે ન્યાયના મુદ્દે વાવ મામલતદાર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ સાથે ધરણાં કરી બેસી ગયા હતા.

જાેઆ બાબતે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે અને મહીલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહીત કોંગ્રેસ અગ્રણીઓ મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે, વાવના કારેલી – ગામડીના ૧૧ ખેડુતોના ખેતરોમાં જેટકો કંપની દાદાગીરી કરી પોલીસ પાર્ટી સાથે ખેડુતોના ખેતરોમાં વીજ પોલની કામગીરી શરૂ કરી છે. જાે ખેડુતોને ર૦ર૦ ના જંત્રીના ભાવે જમીન સંપાદનનું વળતર તેમજ વીજપોલનું વળતર ચુકવ્યા બાદ જ કામગીરી શરૂ કરાશે ખેડુતોના પ્રશ્નોનું નિરાકરણ નહી આવે ત્યાં સુધી વાવના મહીલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર થરાદના ધારા સભ્ય ગુલાબસિંહ રાજપુત, કોંગ્રેસ અગ્રણી ખેડૂતો પ્રતિક ઉપવાસ ઉપર બેસી અચોક્સ મુદ્દત સુધી ધરણાં કરશે.. જાેકે આ બાબતની ગંધ જેટકો કંપનીના કર્મચારીઓને આવી જતાં તેઓ તાત્કાલીક વાવ મામલતદાર કચેરી ખાતે દોડી આવ્યા હતા. અને મામલતદાર કે.કે.ઠાકોર જાેડે પરામર્શ કરી હતી. પરંતુ વાવ – થરાદ ધારાસભ્યે ખેડુતોને જયાં ુધી ન્યાય નહી મળે ત્યાં સુધી ઉપવાસ સાથે ધરણાંના કાર્યક્રમ મુદ્દે અડગ રહેતા જેટકો કંપનીના કર્મચારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આમ એક સાથે બે ધારાસભ્યો અને કોંગ્રેસ અગ્રણી અને ખેડૂત મિત્રોના ઉપવાસને લઈ ભારે રાજકીય ગરમાવો જાેવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.

Next Post

ધનસુરા પોલીસે બોરવાઈ પાસે એક્ટિવા પર બિયરની ખેપ મારતા યુવકને દબોચી લીધો.

Wed Oct 14 , 2020
Sharing is caring!ધનસુરા પોલીસે બોરવાઈ પાસે એક્ટિવા પર બિયરની ખેપ મારતા યુવકને દબોચી લીધો. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂ અને બિયર ટીનના ભાવના ભાવ ત્રણ થી ચાર ગણા ઉપજતા હોવાથી બુટલેગરો ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ મોટા પ્રમાણમાં કરી રૂપિયામાં આળોટી રહ્યા છે અરવલ્લી જીલ્લામાં સહેલાઇથી રૂપિયા કમાઈ લેવા […]

You May Like

Breaking News