ધનસુરા પોલીસે બોરવાઈ પાસે એક્ટિવા પર બિયરની ખેપ મારતા યુવકને દબોચી લીધો.

Sharing is caring!

ધનસુરા પોલીસે બોરવાઈ પાસે એક્ટિવા પર બિયરની ખેપ મારતા યુવકને દબોચી લીધો.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂ અને બિયર ટીનના ભાવના ભાવ ત્રણ થી ચાર ગણા ઉપજતા હોવાથી બુટલેગરો ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ મોટા પ્રમાણમાં કરી રૂપિયામાં આળોટી રહ્યા છે અરવલ્લી જીલ્લામાં સહેલાઇથી રૂપિયા કમાઈ લેવા અનેક યુવકો નાના-મોટા બુટલેગર બની બેઠ્યાં છે ધનસુરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વડાગામના બોરવાઈ નજીકથી એક્ટિવા પર થેલામાં બીયરના ૪૨ ટીન ભરી પસાર થતા મોડાસા તાલુકાના સાકરીયા ગામના વિક્કી  છબીલદાસ જયસ્વાલ નામના બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ધનસુરા પીએસઆઈ પી.ડી.રાઠોડ અને તેમની ટીમે પ્રોહિબિશનની કામગીરી માટે શખ્ત કાર્યવાહી હાથધરી છે પીએસઆઈ રાઠોડને વડાગામ નજીક આવેલા બોરવાઈ ગામ પાસેથી એક્ટિવામાં એક યુવક વિદેશી દારૂ ભરી પસાર થવાનો હોવાની બાતમી મળતા બોરવાઈ ગામ નજીક વોચ ગોઠવી બાતમી આધારિત એક્ટિવા પસાર થતા અટકાવી તલાસી લેતા થેલામાં બિયર ટીન નંગ-૪૨ કીં.રૂ.૪૨૦૦/- નો જથ્થો મળી આવતા એક્ટિવા ચાલક વિક્કી છબીલદાસ જયસ્વાલ (રહે,પોસ્ટ ઓફિસવાળું ફળિયુ,સાકરીયા) ને ઝડપી લઈ એક્ટિવા,મોબાઈલ,રોકડ રકમ અને બીયરટીન મળી કુલ રૂ.૩૪૭૬૦/-નો મુદામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
રિપોર્ટ. જગદીશ પ્રજાપતિ સાઠંબા.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published.

Next Post

આગામી વિધાનસભા પેટા ચુંટણી અનુસંધાને નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે વોચ ગોઠવી, ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની થતી હેર-ફેર પકડી પાડી, ટ્રક સહિત કુલ કિં.રૂ.૨૯,૭૬,૭૬૪/- નો મુદ્દામાલ પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

Thu Oct 15 , 2020
Sharing is caring!   *ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી.અશોકકુમાર યાદવ સાહેબ* નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં આગામી *વિધાનસભા પેટા ચુંટણી* અનુસંધાને તટસ્થ, ન્યાયિક અને પારદર્શક રીતે ચુંટણી પ્રક્રિયા યોજાય, તે માટે પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેર-ફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી, કડક કાર્યવાહી કરવા ભાવનગર રેન્જ […]

You May Like

Breaking News