શંકાશીલ પતિથી ત્રાસી ગયેલી મહિલાને આપઘાતના વિચારોથી મુકત કરાવતી અમરેલી ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન ટીમ

Sharing is caring!

 

અમરેલી ૧૮૧ અભયમ્ ની ટીમે લાઠી તાલુકાના શેખપીપરિયા ગામ ની પીડિત મહિલા ને આપઘાતના વિચારોમાંથી મુક્ત કરી સુખદ સમાધાન કરાવ્યું હતું
અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં શેખપીપરિયા ગામ માં છેલ્લા ઘણા સમયથી એક મહિલા જેને સંતાનમાં બે દિકરી ને એક દીકરો છે તેઓના પતિ એ શંકાશીલ સ્વભાવના હોવાથી અવારનવાર શંકા કરી મહિલા સાથે નાની નાની બાબતમાં ઝગડા કરી મહિલા સાથે મારકૂટ કરવામાં આવતી હતી. જેથી પતિના ત્રાસથી કંટાળી મહિલાએ પિયર માં ફોન કરી માતાને જણાવી કહયું કે હું કંટાળી ગઈ છું મારાથી ત્રાસ સહન નથી થતું, હું હવે સામનો નહિ કરી શકું માટે હું આપઘાત કરી લઉં છું..જેથી મહિલાના માતાએ ૧૮૧ અભયમ્ માં ફોન કરી મદદ માંગતા તાત્કાલિક ૧૮૧ નાં કાઉન્સેલર પરમાર હીના ત્થા હેડ કોન્સ્ટેબલ કૃપાબેન ઘટના સ્થળે પહોંચી મહિલા સાથે વાતચીત કરી શાંત્વના આપી સમ્રગ ધટના વિશે માહિતી મેળવી મહિલાના પતિ ની સાથે યોગ્ય પરામશ કરી કાયદાકીય સમજણ આપી ને સામાજિક બંધનો અને બાળકોના ભવિષ્ય ના ઘડતર અંગે અવગત કરી ફરી વખત ઝગડા ના થાય તેવી બાહેંધરી લીધી હતી ને લાંબા ગાળા ના પરામર્સ માટે pbsc સેન્ટર તેમજ નારી અદાલત અંગે માર્ગદર્શન આપી માહિતીગાર કરાવ્યા હતા.આમ,પીડિત મહિલાને આપઘાત ના વિચારોથી મુક્ત કરી પતિ-પત્ની બંને નું રાજીખુશીથી સુખદ સમાધાન કરાવ્યું હતું
રિપોર્ટ નિલેશ પ્રજાપતિ સાથે ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

BREAKING NEWS આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત

Fri Oct 30 , 2020
Sharing is caring! આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કર્યું. મહામહિમ રાજ્યપાલ માન. શ્રી આચાર્ય દેવવ્રતજી, માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીજી , નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ, રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાજી, અને અમદાવાદનાં મેયર શ્રીમતિ બીજલબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા.

You May Like

Breaking News