પ્રજાપતિ સમાજનું ગૌરવ અને ભાજપ અગ્રણી એવા *લાલજીભાઈ પ્રજાપતિ એ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરીને આપી યુવાનોને પ્રેરણા.*

પ્રજાપતિ સમાજનું ગૌરવ અને ભાજપ અગ્રણી એવા
*લાલજીભાઈ પ્રજાપતિ એ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરીને આપી યુવાનોને પ્રેરણા.*

“ખુદી કો કર બુલંદ ઇતના કી હર તકદીર સે પહેલે ખુદા ઔર યે જમાના ખુદ તુજે પૂછે બતા તેરી રજા ક્યાં હે…” ઉક્તિને પોતાના પ્રામાણિક પુરુષાર્થ અને કઇંક મેળવવાની નહીં પણ સમાજને કંઈક આપવાની ભાવના સાથે જાહેર જીવનમાં કામ કરતા, સ્વભાવે સરળ, નિખાલસ, લાગણીસભર વ્યક્તિત્વ સમગ્ર ગુજરાત પ્રજાપતિ સમાજ ના યુવા આદર્શ, અખિલ ગુજરાત પ્રજાપતિ સમાજ ના ઉપાધ્યક્ષ, શહેર યુવા ભાજપ મહામંત્રી એવા ભાવનગર જિલ્લાના ગારિયાધાર ના રૂપાવટીવાળા વિનુભાઈ લાડવાવાળા ના સુપુત્ર લાલજીભાઈ પ્રજાપતિ એ સાર્થક કરી છે. વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોના નામની મહામારી માં ગારિયાધાર વિસ્તારમાં 2000 લોકોને માસ્ક નું વિતરણ કરી પોતાના 32 માં જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી કરી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળેલા યુવાનો ને ખૂબ જ સારો મેસેજ આપ્યો હતો.
આ અનોખા જન્મદિવસ ને પ્રોત્સાહિત કરવા આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકરાણી, પી.એસ.આઈ.શ્રી ધ્રાંગુ સાહેબ, નગર પાલિકા પ્રમુખશ્રી પ્રફુલ્લભાઈ કાત્રોડિયા, ઉપપ્રમુખશ્રી ઓધાભાઈ, શહેર ભાજપા પ્રમુખશ્રી નિલેશભાઈ રાઠોડ, તાલુકા ભાજપા પ્રમુખશ્રી વી.ડી.સોરઠીયા તેમજ શહેર/તાલુકાના તમામ હોદેદારો અને કાર્યકર્તાઓ, સામાજિક અને શૈક્ષણિક અગ્રણીઓ એ ઉપસ્થિત રહ્યા હતા અને શુભાષીશ પાઠવી સામાજિક અને રાજકીય ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ આપી હતી.

લાલજીભાઈ પ્રજાપતિ એ ઉપસ્થિતિ તમામ મહેમાનશ્રીઓ, આગેવાનો, કાર્યકર્તાઓ નો આભાર વ્યક્ત કરી સૌના સાથ – સૌના વિકાસ નું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published.

Next Post

શારદા ફાઉન્ડેશન દ્રારા વર્ષોથી ચીખલી અને ખેરગામ તાલુકામાં ૧૦,૦૦૦ ઉપર વિધવા બહેનોને દત્તક લઈને એમની સેવા કરવામાં આવી રહી છે. એના ભાગરૂપે શારદા ફાઉન્ડેશન દ્રારા અહિના લોકલાડિલા સાસંદ શ્રી સી.આર.પાટીલ સાહેબની પ્રેરણાથી ૫૦૦૦ થી વધારે વિધવા બહેનોના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વીમા ઉતરાવી અને એનું પાંચ વર્ષ સુધી પ્રિમિયમ ભરવાની શારદા ફાઉન્ડેશન દ્રારા જવાબદારી લેવામાં આવી

Tue Nov 3 , 2020
સમાચાર શારદા ફાઉન્ડેશન દ્રારા વર્ષોથી ચીખલી અને ખેરગામ તાલુકામાં ૧૦,૦૦૦ ઉપર વિધવા બહેનોને દત્તક લઈને એમની સેવા કરવામાં આવી રહી છે. એના ભાગરૂપે શારદા ફાઉન્ડેશન દ્રારા અહિના લોકલાડિલા સાસંદ શ્રી સી.આર.પાટીલ સાહેબની પ્રેરણાથી ૫૦૦૦ થી વધારે વિધવા બહેનોના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વીમા ઉતરાવી અને એનું પાંચ વર્ષ સુધી […]

You May Like

Breaking News