શારદા ફાઉન્ડેશન દ્રારા વર્ષોથી ચીખલી અને ખેરગામ તાલુકામાં ૧૦,૦૦૦ ઉપર વિધવા બહેનોને દત્તક લઈને એમની સેવા કરવામાં આવી રહી છે. એના ભાગરૂપે શારદા ફાઉન્ડેશન દ્રારા અહિના લોકલાડિલા સાસંદ શ્રી સી.આર.પાટીલ સાહેબની પ્રેરણાથી ૫૦૦૦ થી વધારે વિધવા બહેનોના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વીમા ઉતરાવી અને એનું પાંચ વર્ષ સુધી પ્રિમિયમ ભરવાની શારદા ફાઉન્ડેશન દ્રારા જવાબદારી લેવામાં આવી

Sharing is caring!

સમાચાર

શારદા ફાઉન્ડેશન દ્રારા વર્ષોથી ચીખલી અને ખેરગામ તાલુકામાં ૧૦,૦૦૦ ઉપર વિધવા બહેનોને દત્તક લઈને એમની સેવા કરવામાં આવી રહી છે. એના ભાગરૂપે શારદા ફાઉન્ડેશન દ્રારા અહિના લોકલાડિલા સાસંદ શ્રી સી.આર.પાટીલ સાહેબની પ્રેરણાથી ૫૦૦૦ થી વધારે વિધવા બહેનોના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વીમા ઉતરાવી અને એનું પાંચ વર્ષ સુધી પ્રિમિયમ ભરવાની શારદા ફાઉન્ડેશન દ્રારા જવાબદારી લેવામાં આવી હતી.

ટાંકલ ગામના સુમિત્રાબેન બાબુભાઈ પટેલ નો પણ વીમો ઉતરાવ્યો હતો અને હાલમાં એનું અકસ્માતમા મૃત્યુ થયેલું. એમના વીમા ની રકમનો ચેક આજરોજ એમના પુત્ર શ્રી રાજેશભાઈ બાબુભાઈ પટેલ ને એમના નિવાસ સ્થાન પર જઈ નવસારી જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અમિતાબેન પટેલ ના હસ્તે આપવામાં આવ્યો હતો. જેમા શારદા ફાઉન્ડેશનના સ્થાપક શ્રી દર્શનભાઈ દેસાઈ, શ્રીમતિ સોનલબેન દેસાઈ, કોર્પોરેશન બેંકના મેનેજર શ્રી ધિરજકુમાર, ટાંકલ ગામના આગેવાન શ્રી જીતુભાઈ પટેલ (JD), ટાંકલ ગામના ગ્રામ પ્રતિનિધિ શ્રી સંજયભાઈ, પ્રો. દિનેશભાઈ રાઠોડ અને શારદા ફાઉન્ડેશન રોનિશભાઈ, દિવ્યેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ તબક્કે નવસારી જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અમિતાબેન પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર; અમિત વ્યાસ (ચીખલી)

Leave a Reply

Your email address will not be published.

Next Post

વડીયા તાલુકાનાં અનીડા ગામની સીમમાં જુગાર રમતા ૫ ઇસમોને રોકડ રકમ તથા વાહનો તથા જુગારનાં સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૧,૮૦,૨૫૦ /- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

Fri Nov 6 , 2020
Sharing is caring!     *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ જિલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે આજ રોજ તા.૦૬/૧૧/૨૦૨૦ નાં શરૂ રાત્રીનાં વડીયા તાલુકાનાં અનીડા ગામની સીમમાં વેલજીભાઇ વલ્‍લભભાઇ […]

You May Like

Breaking News