વડીયા તાલુકાનાં અનીડા ગામની સીમમાં જુગાર રમતા ૫ ઇસમોને રોકડ રકમ તથા વાહનો તથા જુગારનાં સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૧,૮૦,૨૫૦ /- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

 

 

*અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ જિલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે આજ રોજ તા.૦૬/૧૧/૨૦૨૦ નાં શરૂ રાત્રીનાં વડીયા તાલુકાનાં અનીડા ગામની સીમમાં વેલજીભાઇ વલ્‍લભભાઇ નરોડીયાની વાડી પાસે કેટલાક ઇસમો ભેગા મળી જાહેરમા તીન પતીનો પૈસા પાનાનો હાર જીતનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે* બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ ૫ ઇસમો રોકડ રકમ તથા મોટર સાયકલો તથા ટાટા છોટા હાથી વાહન તથા જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ અને ૨ ઇસમો નાસી ગયેલ હોય જે તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ વડીયા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે અને નાસી ગયેલ ઇસમોને હસ્‍તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

*જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ-*
1️⃣ હીમાંશુભાઇ વેલજીભાઇ નરોડીયા, ઉ.વ.૩૩, રહે.અનીડા, તા.વડીયા, જિ.અમરેલી.
2️⃣ મનુભાઇ લખુભાઇ હુદડ, ઉ.વ.૪૦, રહે.દેરડી, તા.ગોંડલ, જિ.રાજકોટ.
3️⃣ નીજામભાઇ કાસમભાઇ પિંજરા, ઉ.વ.૪૫, રહે.ખજુરી પીપરીયા, તા.વડીયા, જિ.અમરેલી.
4️⃣ ઉદયભાઇ ખાન્ચંદભાઇ ગોધાણી, ઉ.વ.૩૮, રહે.દેરડી, તા.ગોંડલ, જિ.રાજકોટ.
5️⃣ રાજુભાઇ અરજણભાઇ ગરણીયા, ઉ.વ.૪૦, રહે.વીન્‍જીવડ, તા.ગોંડલ, જિ.રાજકોટ.
*રેઇડ દરમ્‍યાન નાસી ગયેલ ઇસમઃ-*
6️⃣ સીકંદરભાઇ બાબુભાઇ પઠાણ, રહે. દેવળીયા મોટા તા.બાબરા, જિ.અમરેલી.
7️⃣ કલ્‍પેશભાઇ છગનભાઇ વરીડીયા, રહે.દેરડી તા.ગોંડલ, જિ.રાજકોટ.

*પકડાયેલ મુદામાલઃ-*
રોકડા રૂ.૪૦,૨૫૦/- તથા મોટર સાયકલ – ૨ કિ.રૂ.૪૦,૦૦૦/- તથા ટાટા છોટા હાથી વાહન -૧, કિં.રૂ.૧,૦૦,૦૦૦/- તથા ગંજી પતાના પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/૦૦ નાં મળી *કુલ કિં.રૂ.૧,૮૦,૨૫૦/- નો મુદામાલ*

આ કામગીરી *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ નિલેશ પ્રજાપતિ અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને તેની સંલગ્ન શાખાઓની તમામ બ્લડ બેંકોને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવી

Fri Nov 6 , 2020
  ભારત સરકાર અને રેડ કોર્સ હેડક્વાર્ટર્સ ન્યૂ દિલ્હી દ્વારા ૧૦૦ વર્ષની ઉજવણી પ્રસંગે દેશમાં તમામ રાજ્યમાં ચાલતી રેડ ક્રોસ સોસાયટીમાં ગુજરાત રાજ્ય ને દેશની પ્રથમ ક્રમાંકની શાખા તરીકે ખૂબ જ મહત્વનું સ્થાન પ્રાપ્ત થયેલ છે આ ઉપરાંત ગુજરાત રાજ્યના ચેરમેન ડોક્ટર ભાવેશભાઈ આચાર્યને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે વર્ષ […]

You May Like

Breaking News