નવસારી એલસીબી પોલીસે વિદેશી દારુ સાથે બે ની ઘરપકડ કરી

નવસારી એલસીબી પોલીસે વિદેશી દારુ સાથે બે ની ઘરપકડ કરી

 

નવસારી એલસીબી પોલીસને મળેલ બાતમીને આધારે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ બોરીયાચ ટોલ નાકા પર વોચ રાખી એક કારમાંથી વિદેશી બનાવાટની રકમ 38,150/- નો વિદેશી દારુ સાથે બે આરોપીની ધરપકડ કરી છે.

કોરોના મહામારીનાં પગલે દેશમાં લોકાડાઉન કરવામાં આવ્યું હતું અને હાલ અનલોક પાંચમાં છૂટછાટ મળતા બુટલેગરો પણ દારૂની હેરાફેરીમાં ફિલ્મી ઢબે કરવા લાગ્યા છે જ્યારે પોલીસ પણ સાવચેત બનવા પામી છે ત્યારે નવસારી એલસીબી પોલીસને મળેલ બાતમી મળતાં નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ બોરીયાચ ટોલ નાકા પર વોચ રાખી સફેદ કલરની વેગનઆર કાર નંબર GJ15-CG-5660 ની તપાસ દરમ્યાન ભારતીય વિદેશી દારૂની વહિસ્કીની નાની-મોટી કુલ બોટલ 121 કબજે મેળવી હતી. આ વિદેશી દારૂની કિમત 38,150/-નો જથ્થા સાથે વલસાડના બે આરોપી પંકજ સોલંકી અને સંજય હંસની ધરપકડ કરી દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કરી બીલીમોરા પોલીસ વધુ તપાસ હાથધરી છે.

રિપોર્ટર; અમિત વ્યાસ (ચીખલી/નવસારી)

Leave a Reply

Your email address will not be published.

Next Post

ભચાઉ તાલુકાના લખપત ગામે લખપત થી સામખીયાળી ને જોઙતા રોઙ નું જીલ્લાપંચાયત માર્ગ અને મકાન વિભાગ ભુજ દ્વારા સાત કિ .મી 300 લાખ રૂપિયા ના ખર્ચે થી નિર્માણ કાર્ય નું ખાતમુહૂર્ત કરતાં ગાંધીધામ ભચાઉ ના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, અરજણભાઈ રબારી,વિકાસ રાજગોર, જનકસિંહ જાઙેજા, ગંભીરસિંહજાઙેજા ની ઉપસ્થિત કરવામાં આવ્યું હતું

Fri Nov 20 , 2020
ભચાઉ તાલુકાના લખપત ગામે લખપત થી સામખીયાળી ને જોઙતા રોઙ નું જીલ્લાપંચાયત માર્ગ અને મકાન વિભાગ ભુજ દ્વારા સાત કિ .મી 300 લાખ રૂપિયા ના ખર્ચે થી નિર્માણ કાર્ય નું ખાતમુહૂર્ત કરતાં ગાંધીધામ ભચાઉ ના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, અરજણભાઈ રબારી,વિકાસ રાજગોર, જનકસિંહ જાઙેજા, ગંભીરસિંહજાઙેજા ની ઉપસ્થિત કરવામાં આવ્યું હતું […]

You May Like

Breaking News