અમદાવાદમાં કરફ્યૂનો કડક અમલ, ઓટલે બેસનારને પણ પકડી લેવાશેઃ પોલીસ કમિશનર

Sharing is caring!

અમદાવાદમાં આજ રાતથી બે દિવસ કફર્યુંની જાહેરાત કર્યા બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે, આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સમગ્ર શહેરમાં લગાવવામાં આવેલા કફર્યૂનું કડકપણે પાલન કરાવવામાં આવશે. કોઈપણ વ્યક્તિ ઘરની બહાર કે જાહેર જગ્યા પર ફરી શકશે નહીં. શહેરમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવશે.

જાહેરનામામાં આટલી બાબતોને છુટ અપાઈ
દૂધ અને દવાઓનું વિતરણ ચાલુ રહેશે
લગ્ન પર સ્થાનિક પોલીસ મજૂરી આપી શકશે
અંતિમ સંસ્કારમાં 20 જેટલા પરવાનગી આપવામાં આવશે
રેલવે અને એરપોર્ટ પર ટેક્ષી -કેબ સેવાને મજૂરી પણ ટીકીટ બતાવાની રહેશે
એટીએમ ઓપરેશન અને રોકડ વ્યવસાપન એજન્સી ચાલુ રહેશે
CA, ASC,CS સહિત તમામ પરીક્ષા આપવા જતા વિધાર્થીઓનું આઈકાર્ડ ફરજીયાત રહેશે.
ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા ને પણ અવર જવર પર મંજૂરી.
પોલીસ કમિશનર તરફથી અનિવાર્ય સંજોગોમાં ખાસ પરવાનગી આપનાર વ્યક્તિ અવર જવર કરી શકશે.
તમામ પ્રકારના માલ સામાનના પરિવહનને મંજૂરી.
તમામ છૂટછાટોમા ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.
પેટ્રોલિયમ,CNG, LPG, પાણી, વીજ ઉત્પાદન સહિતની સેવાઓ ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published.

Next Post

શ્રી ચેતનભાઇ મણિલાલ પટેલ (છઠીયારડા વાળા) હાલ મહેસાણાને છેલ્લા ચાર વર્ષથી રામબાણ જડીબુટ્ટી એવી અશ્વગંધાની મોટા પાયે ખેતી કરી ખૂબ ઉત્પાદન મેળવવા બદલ તેમજ ખુબજ મોટા પાયે અસંખ્ય ખેડૂતોને આ અશ્વગંધાની ઉપયોગીતા અને તેની ખેતી ની વિસ્તૃત જાણકારી આપી તેનો લાભ તમામ ખેડુતોને અપાવેલ છે. તેની સાથે સાથે તેની ઉપયોગીતા વિશે જાહેર જનતાને સાચી માહિતી થી વાકેફ કરેલ છે, કે મહા રોગો સામે આ જડીબુટ્ટીના ફાયદા થાય છે

Tue Nov 24 , 2020
Sharing is caring!શ્રી ચેતનભાઇ મણિલાલ પટેલ (છઠીયારડા વાળા) હાલ મહેસાણાને છેલ્લા ચાર વર્ષથી રામબાણ જડીબુટ્ટી એવી અશ્વગંધાની મોટા પાયે ખેતી કરી ખૂબ ઉત્પાદન મેળવવા બદલ તેમજ ખુબજ મોટા પાયે અસંખ્ય ખેડૂતોને આ અશ્વગંધાની ઉપયોગીતા અને તેની ખેતી ની વિસ્તૃત જાણકારી આપી તેનો લાભ તમામ ખેડુતોને અપાવેલ છે. તેની સાથે સાથે […]

You May Like

Breaking News