
શ્રી ચેતનભાઇ મણિલાલ પટેલ (છઠીયારડા વાળા) હાલ મહેસાણાને છેલ્લા ચાર વર્ષથી રામબાણ જડીબુટ્ટી એવી અશ્વગંધાની મોટા પાયે ખેતી કરી ખૂબ ઉત્પાદન મેળવવા બદલ તેમજ ખુબજ મોટા પાયે અસંખ્ય ખેડૂતોને આ અશ્વગંધાની ઉપયોગીતા અને તેની ખેતી ની વિસ્તૃત જાણકારી આપી તેનો લાભ તમામ ખેડુતોને અપાવેલ છે. તેની સાથે સાથે તેની ઉપયોગીતા વિશે જાહેર જનતાને સાચી માહિતી થી વાકેફ કરેલ છે, કે મહા રોગો સામે આ જડીબુટ્ટીના ફાયદા થાય છે
અને તેની કોઈ આડઅસર રહેતી નથી, આ જડીબુટ્ટી થી માનવ શરીરમાં શક્તિનો સંચાર થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ વધે છે. જેથી માનવજાતની અનેક જાતની બીમારી સામે રક્ષણ મળે છે. આવું સમાજસેવાનું ઉમદા કાર્ય કરવા બદલ કેન્દ્ર સરકાર શ્રી ના રિસર્ચ અને અવેરનેસ ડિપાર્ટમેન્ટ તરફથી આજરોજ તારીખ 24 -11- 2020 ના રોજ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલ કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિ તરીકે એવોર્ડ આપી તેમનું સન્માન કરવામાં આવેલ છે.
નાંંધ:- રામબાણ જડીબુટ્ટી એવી અશ્વગંધા ના ઉત્પાદન થી લઈ તેની ઉપયોગિતા થી થતા ફાયદા ની સંપૂર્ણ માહિતી માટે સંપર્ક શ્રી ચેતનભાઈ એમ. પટેલ મહેસાણા મોબાઈલ નંબર 8866360769