છેડતી કરનારને મેથીપાક: વલસાડમાં મહિલાઓની પજવણી કરતા આધેડની ધોલાઈ, મહિલાઓએ ચપ્પલ વડે માર્યો
ગામના નવી નગરી વિસ્તારની મહિલાઓએ માર મારી પોલીસને સોંપી દીધો
વલસાડના ભાગડાવડા ગામે એકાંત વાળી જગ્યામાં છેલ્લા કેટલાક દિવસથી એક આધેડ વયનો ઈસમ મહિલાઓને હેરાન-પરેશાન કરતો હતો. જેના ડરથી મહિલાઓ આ અમારો રસ્તે પસાર થતા ગભરાતી હતી. મોગરાવાડીમાં રહેતા વિકૃત માનસ ધરાવતા એક આધેડને આજરોજ ભાગડાવડા ગામના નવી નગરી વિસ્તારની મહિલાઓએ માર મારી પોલીસને સોંપી દીધો હતો. આ આધેડ મહિલાઓ સાથે અશ્લીલ વાતો કરતો હોય તેને યુવાનોએ પકડી મહિલાઓને સોંપ્યો હતો.
છેલ્લા થોડા દિવસથી મોગરાવાડીમાં રહેતો આ શખ્શ ભાગડાવડા ગામે નવી નગરી પાછળના અંકાંત વાળા વિસ્તારમાં આવીને મહિલાઓની છેડતી કરતો હતો. તે મહિલાઓને જોઇ કપડા કાઢી તેની પાછળ દોડતો હતો. આ વાત મહિલાઓએ સ્થાનિક યુવાનોને કરતા યુવાનોએ આજરોજ મોગરાવાડીના આ શખ્શને પકડી પાડ્યો હતો. આ સમયે મહિલાઓ મોટી સંખ્યામાં આવી જતાં તેને બરાબરની ઢોલ થાપટ કરી હતી. ત્યારબાદ તેમણે પોલીસને પણ આ ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી ગઇ હતી.
રિપોર્ટર; અમિત વ્યાસ.