*108 ની ટીમ દ્વારા ફરજ સાથે પ્રમાણિકતા નું પ્રતિક* આજ રોજ બગસરા 108 ની એમ્બ્યુલન્સ ને 16:00 વાગ્યે કેસ મળયો હતો. ઓન ડયુટી EMT ઇરફાન ભાઈ એ. મકવાણા તેમજ Pilot નાજાભાઇ પરમાર ફરજ પર હતા. જે માત્ર 5 મિનિટ માં જ ઘટના સ્થળ પર પહોંચ્યા. દર્દી ચેતન ભાઈ કુંભાર જે આર્ધભાન સ્થિતિ માં મળ્યા. સારવાર કરતા જાણ થયું કે તેમને આંચકી ની બીમારી પહેલે થી છે. અને અત્યારે ગોલ્ડ લૉન લેવા માટે જતા હતા ત્યારે બેંક પહોંચતા તબિયત ખરાબ થઇ હતી. *આ દર્દી પાસે ટોટલ અઢી તોલા સોનું, 7480રૂપિયા રોકડા,1એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અંદાજિત 10હાજર કિંમત,* ની કીમતી વસ્તુ મળી આવી હતી. મોબાઇલ માંથી તેમના ફાધર નો કોન્ટેક્ટ કરી ને બોલાવ્યા હતા. અને બગસરા હોસ્પિટલ પર તેમનું આઈડી પ્રૂફ જોઈ ને તેમના ફાધર ને આ કીમતી વસ્તુ 108 ટીમ દ્વારા સુપ્રત કરી અને માનવતા નું ઉદાહરણ પૂરું પાડેલ છે. આ કાર્ય થી તેમના પરિવાર જનો એ 108 ની ટીમ નો આભાર માન્યો હતો રિપોર્ટર: અરમાન ધાનાણી સાવરકુંડલા દ્વારા
Next Post
સાયલા માં પ્રકૃતિ ઓર્ગેનિક મોડેલ ફાર્મ ની મુલાકાત સુરેન્દ્રનગર આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા લેવામાં આવી.
Thu Jan 7 , 2021
સાયલા માં પ્રકૃતિ ઓર્ગેનિક મોડેલ ફાર્મ ની મુલાકાત સુરેન્દ્રનગર આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા લેવામાં આવી. આજરોજ સાયલાના અદ્ભુત એવા પ્રગતિશીલ ખેડૂત સોનગરા દિનેશભાઈ ના “પ્રકૃતિ ઓર્ગેનિક” મોડેલ ફાર્મ ની મુલાકાત માટે સુરેન્દ્રનગર થી પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા અને ખેતી નિયામક તાલીમ માંથી સાહેબ શ્રી પટેલ ભરતભાઈ સાયલા તાલુકાના આત્મા પ્રોજેક્ટ ના […]
