સાયલા માં પ્રકૃતિ ઓર્ગેનિક મોડેલ ફાર્મ ની મુલાકાત સુરેન્દ્રનગર આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા લેવામાં આવી.
આજરોજ સાયલાના અદ્ભુત એવા પ્રગતિશીલ ખેડૂત સોનગરા દિનેશભાઈ ના “પ્રકૃતિ ઓર્ગેનિક” મોડેલ ફાર્મ ની મુલાકાત માટે સુરેન્દ્રનગર થી પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા અને ખેતી નિયામક તાલીમ માંથી સાહેબ શ્રી પટેલ ભરતભાઈ સાયલા તાલુકાના આત્મા પ્રોજેક્ટ ના એ.ટી.એમ.જયંતીભાઈ માલકીયા જગદીશભાઈ સોળમીયા એ દિનેશભાઈ ના ફાર્મ ની મુલાકાત લીધી અને માર્ગદર્શન આપેલ આ ઓર્ગેનિક ફાર્મ મા બાગાયતી પાકો દાડમ,બોર,પપૈયા,કેળ,ચીકુ,જામફળ,શાકભાજી રીગણ,સરગવો,ટામૈટા,વાલોળ,ડુગળી,ગાજર,દૂધી,ધાણા,તેમજ કપાસ,એરડા,જુવાર વગેરે 20 થી 25 પ્રકારના ફળ અને શાકભાજી પાકો નુ હાલ વાવેતર કરેલ છે અને માર્કેટમાં સારા એવા ભાવ પણ મેળવે છે. તેમજ ફાર્મ ની અદભૂત વાત તો એશે તેને છેલ્લા ચાર વર્ષ થી ખેડ કરેલ નથી કે કોઇ રાસાણીક વસ્તુનો ઉપયોગ પણ કરવામાં આવેલ નથી. તેમ છતા બધા જ પાકો મા સારોએવો ફાલ અને ફળો આવેલા છે જે ફાર્મ સાયલા થી ચોટીલા તરફ બે કિલોમીટર દૂર નેશનલ હાઈવે ઉપર આવેલ છે
દિનેશભાઇ ને આત્માબેસ્ટ ફાર્મ નો એવોર્ડ પણ આપવા મા આવેલ છે તેઓ આત્મા સાથે 6 વષૅ થી જોડાયેલ છે SPNF પધ્ધતીથી ખેતી કરે છે
રિપોર્ટર :કોશીયા દિનેશ
સાયલા : જી, સુરેન્દ્રનગર