પોકેટ કોપ/ઈ.ગુજકોપની મદદથી વાહન અકસ્માતના ગુન્હાના આરોપીને શોધી કાઢી ઝડપી પાડતો રાણાવાવ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ

🔴🔵 *Press Note* 🔴🔵
*રાણાવાવ પોલીસ સ્ટેશન તા.૦૭/૦૧/૨૦૨૧*
🛑 *પોકેટ કોપ/ઈ.ગુજકોપની મદદથી વાહન અકસ્માતના ગુન્હાના આરોપીને શોધી કાઢી ઝડપી પાડતો રાણાવાવ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ* 🛑

ગત તા. ૦૬/૧૧/૨૦૨૦ના રોજ રાણાવાવ મહેતા વાવના રોડ પર જુનાગઢનો એક યુવાન પોતાની માતા તથા ૮ વર્ષના પુત્રને પોતાની મોટર સાયકલ લઈને જતા હોય તે વખતે એક બોલેરો ગાડીના ચાલકે પોતાની બોલેરો દ્વારા મોટરસાયકલ સહિત યુવાનને હડફેટે લઇને બોલેરો ચાલક નાસી છુટેલ. જે અન્વયે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા આ ગુન્હો શોધી આરોપીને ઝડપી લેવા માટે *પોલીસ અધિક્ષક શ્રી ડૉ. રવી મોહન સૈની સાહેબ* દ્વારા આપેલ સુચના અન્વયે *પોરબંદર ગ્રામ્ય વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.સી.કોઠિયા સાહેબ* ના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ. બી.એસ.ઝાલા તથા સ્ટાફના હેડ કોન્સ. ડી.પી.વરુ તથા પો.કોન્સ.રાજાભાઇ તથા વિજયભાઈ ભુતિયા, જયમલભાઈ સામતભાઈ, સરમણભાઈ દેવાયતભાઈ દ્વારા વિસ્તારમાં જરૂરી વોચ ગોઠવી પોકેટ કોપ/ઈ.ગુજકોપની મદદથી આ ગુનામાં સંડોવાયેલ વાહન બોલેરોના ચાલક રણમલ ભીખાભાઈ ગોરાણીયા રહે.ગોરાણા ગામ તા.કલ્યાણપુર જિ.દેવભૂમી દ્વારકા વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published.

Next Post

શિક્ષક ખોડાભાઈ એ 'જીવદયા અભિયાન' ચલાવી સમાજને નવો રાહ ચિંધ્યો

Sat Jan 16 , 2021
પરમાત્મા એ રચેલી આ સૃષ્ટિ માં પોતાનું કર્મ કરી, આનંદ પૂર્વક રહી, મુક્ત મને વિહરવાનો અને સુખે જીવન વિતાવવાનો અધિકાર દરેક સજીવોને છે.મનુષ્યને ભગવાને વાચા આપી છે જેના કારણે તે શબ્દો દ્વારા પોતાની વ્યથા અને ખુશી વ્યક્ત કરી શકે. પણ બિચારા ભોળા અબોલા જીવો કેમ કરી પોતાની વ્યથા કે ખુશી […]

You May Like

Breaking News