ઉનાઈના હોમગાર્ડનું મોત થતા પોલીસ અને હોમગાર્ડ યુનિટ મદદે, યુનિટના દરેક સભ્યની એક દિવસનું ભથ્થું આપી સહાય

બ્યુરો ચીફ/રિપોર્ટર; અમિત વ્યાસ (ચીખલી/નવસારી)
રિપોર્ટર; નિરવસિંહ પરમાર (વાંસદા)

ઉનાઈના હોમગાર્ડનું મોત થતા પોલીસ અને હોમગાર્ડ યુનિટ મદદે, યુનિટના દરેક સભ્યની એક દિવસનું ભથ્થું આપી સહાય

વાંસદા પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઈ વિરેન્દ્રસિંહ વાઘેલા તરફથી 10 હજારની રકમ અને વાંસદા હોમગાર્ડ યુનિટ તરફથી રૂ. 43,200ની રકમ મળીને કુલ રૂ. 53,200ની સહાય કરવામાં આવી હતી. ઉનાઈ પંથકના ચરવી ગામે રહેતા અજયભાઈ કેવાજીભાઈ ગામીત હોમગાર્ડની નોકરી કરીને પરિવાર ગુજરાન ચલાવતા હતા. આ પરિવારના સભ્યો મૃતક વ્યક્તિ પર જ નિર્ભર હતા, જે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. કેટલાંક દિવસ અગાઉ ચરવી ગામના કન્ટેઈન્મેન્ટ ઝોનમાં તેમને 4થી જાન્યુઆરીએ ફરજ પર હતા.

તે દરમિયાન અચાનક ચક્કર આવી જતા બેભાન થઈ જતા વાંસદા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જે બાદ પરિવાર, પોલીસ બેડા અને હોમગાર્ડ યુનિટમાં શોકની લાગણી ફેલાઈ હતી. ચાલુ ફરજ દરમિયાન વાંસદા હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા અજયભાઈ ગામીતનું અવસાન થયું હતું, જેથી તેઓના પરિવારને સિનિયર પીએસઆઇ વિરેન્દ્રસિંહ વાઘેલાએ આ પરિવારને રૂ. 10 હજારની આર્થિક મદદ તેમજ વાંસદા હોમગાર્ડ યુનિટના દરેક સભ્યોએ એક દિવસની ફરજ દરમિયાનનું ભથ્થું ફાળારૂપે પોતે સ્વૈચ્છિક મદદ કરી હતી. જેમાં હોમગાર્ડ યુનિટના કમાન્ડિંગ ઓફિસર ધર્મેશભાઈ આર.ગામીત તથા જીતેન્દ્ર ગામિત, કલ્પેશ ગામીત, કલ્પેશ કે. પટેલ, શૈલેષ ગામીત તથા સભ્યો ઉપસ્થિત રહીને અજયભાઈ જીવાભાઈ ગામીતની માતાને રૂબરૂમાં રૂ. 43,200 તથા વાંસદાના સિનિયર પીએસઆઈ વિરેન્દ્રસિંહ વાઘેલા તરફથી 10 હજાર મળીને કુલ રૂ. 53,200 મૃતક હોમગાર્ડના પરિવારને મદદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.

Next Post

શિક્ષક ખોડાભાઈ એ 'જીવદયા અભિયાન' ચલાવી સમાજને નવો રાહ ચિંધ્યો

Sat Jan 16 , 2021
પરમાત્મા એ રચેલી આ સૃષ્ટિ માં પોતાનું કર્મ કરી, આનંદ પૂર્વક રહી, મુક્ત મને વિહરવાનો અને સુખે જીવન વિતાવવાનો અધિકાર દરેક સજીવોને છે.મનુષ્યને ભગવાને વાચા આપી છે જેના કારણે તે શબ્દો દ્વારા પોતાની વ્યથા અને ખુશી વ્યક્ત કરી શકે. પણ બિચારા ભોળા અબોલા જીવો કેમ કરી પોતાની વ્યથા કે ખુશી […]
શિક્ષક ખોડાભાઈ એ ‘જીવદયા અભિયાન’ ચલાવી સમાજને નવો રાહ ચિંધ્યો

You May Like

Breaking News