ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ દ્વારા 15 જાન્યુઆરી 2021ના રોજ સૈન્ય દિવસની ઉજવણીના ભાગરૂપે “વિજય રન”નું આયોજન કરવામાં આવ્યું હતું

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (સંરક્ષણ પાંખ)
ભારત સરકાર

*********
‘હર કામ દેશના નામ’

ગુજરાતના રાજ્યપાલ શ્રીએ સૈન્ય દિવસ નિમિત્તે 1971ના વિજયના અભિનંદન પાઠવ્યા

અમદાવાદ, પોષ 25, શક 1942
શુક્રવાર, 15 જાન્યુઆરી 2021

 

 

ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ દ્વારા 15 જાન્યુઆરી 2021ના રોજ સૈન્ય દિવસની ઉજવણીના ભાગરૂપે “વિજય રન”નું આયોજન કરવામાં આવ્યું હતું. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતીય સૈન્યએ મેળવેલા વિજયના સ્વર્ણિમ વર્ષની ઉજવણી નિમિત્તે વિવિધ સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ પ્રત્યક્ષરૂપે 15થી વધારે સ્થળે યોજવામાં આવ્યો હતો જ્યારે સમગ્ર દેશના નાગરિકો માટે વર્ચ્યુઅલ માધ્યમથી પણ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. સૈન્ય, વાયુસેના, BSF, તટરક્ષક દળ, પોલીસદળના લગભગ 5000 જવાનો અને અન્ય ઉત્સાહિતોએ “સૈનિકો માટે દોડ, સૈનિકો સાથે દોડ”માં આપણા સશસ્ત્રદળોના શૌર્ય અને હિંમતની ઉજવણી કરવા માટે મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન શારીરિક તંદુરસ્તીની જરૂરિયાતને આગળ વધારવા માટે તેના પર પ્રકાશ પાડવામાં આવ્ય હતો અને દેશવાસીઓમાં એકતાનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો.

મુખ્ય સક્રિય દોડ મેરેથોનનો કાર્યક્રમ ગાંધીનગર મિલિટરી સ્ટેશનમાં પરબત અલી બ્રિગેડ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં 200થી વધારે સહભાગીઓએ વિવિધ શ્રેણીમાં ભાગ લીધો હતો અને કોવિડના પ્રોટોકોલનું પાલન કરીને દોડ્યા હતા.

દોડના વિજેતાઓના સન્માન માટે ભવ્ય પુરસ્કાર વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમ મુખ્ય અતિથિ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ‘ખુકરી નૃત્ય, મલખંબ અને માર્શલ સંગીત’ સહિત માર્શલ આર્ટ્સનું ભવ્ય પ્રદર્શન સહભાગીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

સ્ટોરી. રમેશ ભાનુશાલી અબડાસા કચ્છ

Leave a Reply

Your email address will not be published.

Next Post

શ્રી આરાસુરી અંબાજીમાતા દેવસ્થાન ટ્રસ્ટ ના વહીવટદાર શ્રી Sudhendrasinh Chavda સાહેબ સહિત મંદિર ના અધિકારીઓ સાથે આજે થયેલ બેઠક દરમ્યાન પોષીપુનમ અંગે નિર્ણય લેવામાં આવ્યો

Mon Jan 18 , 2021
#પોષી_પૂનમ_2021   માઁ જગદંબા નો પ્રાગટયદિન પોષી પૂનમ જે તારીખ 28/01/2021 ગુરુવાર ના રોજ છે.. કોરાના મહામારી ને લઈને છેલ્લા વર્ષના તમામ મહોત્સવો ની ઉજવણી થઈ નથી કે પછી મર્યાદિત રીતે કોરોના ગાઈડલાઈન ને અનુસરી ઉજવણી કરાઈ છે. પોષી પૂનમ 2021 ને પણ કોરોના ની અસર તળે શ્રી અંબાજી ધાર્મિક […]
શ્રી આરાસુરી અંબાજીમાતા દેવસ્થાન ટ્રસ્ટ ના વહીવટદાર શ્રી Sudhendrasinh Chavda સાહેબ સહિત મંદિર ના અધિકારીઓ સાથે આજે થયેલ બેઠક દરમ્યાન પોષીપુનમ અંગે નિર્ણય લેવામાં આવ્યો

You May Like

Breaking News