શ્રી આરાસુરી અંબાજીમાતા દેવસ્થાન ટ્રસ્ટ ના વહીવટદાર શ્રી Sudhendrasinh Chavda સાહેબ સહિત મંદિર ના અધિકારીઓ સાથે આજે થયેલ બેઠક દરમ્યાન પોષીપુનમ અંગે નિર્ણય લેવામાં આવ્યો

#પોષી_પૂનમ_2021

 

માઁ જગદંબા નો પ્રાગટયદિન પોષી પૂનમ જે તારીખ 28/01/2021 ગુરુવાર ના રોજ છે..
કોરાના મહામારી ને લઈને છેલ્લા વર્ષના તમામ મહોત્સવો ની ઉજવણી થઈ નથી કે પછી મર્યાદિત રીતે કોરોના ગાઈડલાઈન ને અનુસરી ઉજવણી કરાઈ છે.
પોષી પૂનમ 2021 ને પણ કોરોના ની અસર તળે શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ પણ આ વખતે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો ને નહિ આયોજિત કરી શકે..
શ્રી આરાસુરી અંબાજીમાતા દેવસ્થાન ટ્રસ્ટ ના વહીવટદાર શ્રી Sudhendrasinh Chavda સાહેબ સહિત મંદિર ના અધિકારીઓ સાથે આજે થયેલ બેઠક દરમ્યાન પોષીપુનમ અંગે નિર્ણય લેવામાં આવ્યો.. સમિતિ
ના પ્રમુખ સુનિલભાઈ અગ્રવાલ,
ગોવિંદભાઇ સિકરવાર, અશોકભાઈ હટારીયા, પ્રકાશભાઈ અગ્રવાલ ,અમિતભાઇ માળી અને દીપકભાઈ રાજપૂત એ પોષી પૂનમ અંગે સલાહ સુચન કર્યા હતા..

વર્ષો ની પરંપરા નિભાવવા અમુક ધાર્મિક ક્રિયા પ્રક્રિયા કરવામાં આવશે..
જોકે પોષી પૂનમે અંબાજીમાતા મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે..

રીપોર્ટર વિનય સીકરવાર અંબાજી

Leave a Reply

Your email address will not be published.

Next Post

ધારી હોમ ગાર્ડઝ યુનિટ જિલ્લો - અમરેલીના હોમગાર્ડઝ જવાન પરેશ સાન્યાનાઓના અવસાન થતાં તેમના વારસદારને ₹.૧.૫૫ લાખની સહાય અર્પણ.

Wed Jan 20 , 2021
ધારી હોમ ગાર્ડઝ યુનિટ જિલ્લો – અમરેલીના હોમગાર્ડઝ જવાન પરેશ સાન્યાનાઓના અવસાન થતાં તેમના વારસદારને ₹.૧.૫૫ લાખની સહાય અર્પણ.   હોમગાર્ડઝ સભ્યો પોલીસની મદદ માં કાયદો અને વ્યવસ્થા તેમજ ધાર્મિક તેમજ વી.વી.આઇ.પી. બંદોબસ્ત તેમજ ચૂટંણી જેવી અગત્ય ની ફરજો ઉપરાંત કુદરતી અને માનવ સર્જિત આપત્તિ વેળાએ ખભે ખભા મેળવી નિષ્કામ […]

You May Like

Breaking News