ધારી હોમ ગાર્ડઝ યુનિટ જિલ્લો – અમરેલીના હોમગાર્ડઝ જવાન પરેશ સાન્યાનાઓના અવસાન થતાં તેમના વારસદારને ₹.૧.૫૫ લાખની સહાય અર્પણ.

ધારી હોમ ગાર્ડઝ યુનિટ જિલ્લો – અમરેલીના હોમગાર્ડઝ જવાન પરેશ સાન્યાનાઓના અવસાન થતાં તેમના વારસદારને ₹.૧.૫૫ લાખની સહાય અર્પણ.

 

હોમગાર્ડઝ સભ્યો પોલીસની મદદ માં કાયદો અને વ્યવસ્થા તેમજ ધાર્મિક તેમજ વી.વી.આઇ.પી. બંદોબસ્ત તેમજ ચૂટંણી જેવી અગત્ય ની ફરજો ઉપરાંત કુદરતી અને માનવ સર્જિત આપત્તિ વેળાએ ખભે ખભા મેળવી નિષ્કામ સેવા કરી રહ્યા છે.
અમરેલી જિલ્લા ના ધારી હોમ ગાર્ડઝ યુનિટના હોમગાર્ડ જવાન પરેશભાઈ સાન્યાનાઓ નું અવસાન થતા ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ કલ્યાણ નિધિ માથી મૃત્તક હોમ ગાર્ડ જવાનના વિધવા પત્નિને ₹.૧.૫૫ લાખ મરણોત્તર સહાય ચેક અર્પણ કરાયો.

મે. ડાયરેક્ટર જનરલ સાહેબ શ્રી ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ અમદાવાદ દ્વારા મંજૂર કરાતાં જિલ્લા કમાન્ડન્ટ શ્રી અશોક જોષી તથા માન.સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા (અમરેલી) તથા માન. ધારા સભ્ય શ્રી જે.વી.કાકડિયા (ધારી) તથા શ્રી મનસુખભાઈ ભૂવા તથા ઓફિસર કમાન્ડિંગ શ્રી માઢક, શ્રી સાપારિયાં તથા સ.ઇ.ઇ.શ્રી જે.ટી.ખુમાણ તથા શ્રી જીતુભાઈ જોષી, શ્રી હિતેશભાઈ જોષી,શ્રી અતુલભાઈ કાનાણી, શ્રી ખોડાભાઈ ભૂવા, શ્રી ભુપતભાઈ વાળા, શ્રી જીગ્નેશગિરિ ગોસાઈ, શ્રી ભરત ભાઈ પરમાર,શ્રી પરેશભાઈ પટ્ટણી , શ્રી મુકેશભાઈ રૂપારેલિયા, શ્રી જયદીપ ભાઈ બસિયા,શ્રી વિજયભાઈ વ્યાસ, વગેરે ની હાજરી માં ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. અને આ તકે હોમગાર્ડ યુનિટ કચેરી માં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.કાર્યક્રમ નું સંચાલન શ્રી પ્રવીણ સાવજે (SPC) નાઓએ કરેલ.

**રીપોર્ટર અસ્લમ ગાહા**

Leave a Reply

Your email address will not be published.

Breaking News